Share Market: વેચવાલીથી બજાર ઘટ્યું, 950 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ

26 September, 2022 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉલર સામે રૂપિયાની નબળાઈ અને આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતા અને વૈશ્વિક મંદીની આશંકાથી ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે 1000 પોઈન્ટની નજીક ગબડ્યું છે

પ્રતીકાત્મક તસવીર

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજારના રોકાણકારો માટે નિરાશાજનક સાબિત થયો છે. દેશી-વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીથી બજાર તૂટ્યું હતું. આજે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 953 પોઈન્ટના ઘટાડા સાથે 57,145 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 311 પોઈન્ટના ઘટાડા સાથે 17,016 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

ડૉલર સામે રૂપિયાની નબળાઈ અને આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતા અને વૈશ્વિક મંદીની આશંકાથી ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે 1000 પોઈન્ટની નજીક ગબડ્યું છે. આ સતત બીજું ટ્રેડિંગ સેશન છે જ્યારે માર્કેટમાં 1,000 પોઈન્ટની નજીકનો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવાર 23 સપ્ટેમ્બરે સેન્સેક્સમાં 1,000 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આઈટી સિવાય અન્ય તમામ સેક્ટરના શેરોમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બેન્ક નિફ્ટી 930 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ઓટો, એનર્જી, મેટલ્સ, ફાર્મા, એફએમસીજી સેક્ટરના શેરોમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ આ ઘટાડાથી પ્રભાવિત થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 7 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે બાકીના 43 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, બાકીના 23 શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા.

આ પણ વાંચો: લોકલ પરિબળો બજારને ઘટવા નહીં દે અને ગ્લોબલ પરિબળો વધવા નહીં દે

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex