અઠવાડિયાના પહેલા દિવસે માર્કેટ તૂટ્યું, સેન્સેક્સ 350 અંક ડાઉન

22 July, 2019 10:53 AM IST  |  મુંબઈ

અઠવાડિયાના પહેલા દિવસે માર્કેટ તૂટ્યું, સેન્સેક્સ 350 અંક ડાઉન

આ અઠવાડિયે પણ માર્કેટ તૂટ્યું

શેર બજારમાં ભારે ઘટાડાનો દોર યથાવત છે. ગયા અઠવાડિયે 560 અંકોના ભારે ઘટાડા સાથે બંધ થયેલા બોમ્બે સ્ટોક એક્સચેન્ડના સૂચકાંક સેન્સેક્સમાં આજે અઠવાડિયાના પહેલા દિવસે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ આજે લગભગ 300 અંકના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ત્યાં જ નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે 177 અંક ઘટીને બંધ થયો. નેશનલ સ્ટૉક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી પણ આજે શરૂઆતના કારોબારમાં 100 અંકોના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

આ પણ જુઓઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

સેન્સેક્સ આજે 38,333.52 પર ખુલ્યો. બજાર ખુલ્યા બાદ તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો અને એક સમયે 37,926.54 અંકો પર પહોંચી ગયો. નિફ્ટી આજે 11,392.85 પર ખુલ્યું અને 11,301.25 અંક પર પહોંચી ગયું.

આ કંપનીઓના શેરમાં દેખાઈ તેજી
નેશનન સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટીમાં 50 કંપનીઓમાં સૌથી વધુ તેજી  Vedanta Limited, SUN PHARMA, MARUTI, TATA MOTORS અને YES BANKમાં જોવા મળી રહી છે.

આ કંપનીઓના શેર તૂટ્યા
ત્યારે નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી HDFC BANK, Bajaj Finserv Limited, Bajaj Finance Limited અને IndusInd Bank Limitedના શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.

sensex nifty