Share Market: ચોથા દિવસે પણ માર્કેટ રહ્યું બહેતર, સેન્સેક્સ 150 અંક ઉપર

13 January, 2022 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાલમાં BSE નો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 152 પોઈન્ટ ના ઉછાળા સાથે 61,302 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે NSEનો સેન્સેક્સ નિફ્ટી 45 પોઈન્ટ ના ઉછાળા સાથે 18,257 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે પણ શેરબજાર જોરમાં રહ્યું છે. મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે આજે બજાર મામૂલી મંદી સાથે ખુલ્યું હતું, પરંતુ શરૂઆતની સુસ્તી તરત પછી, તેમાં ફરીથી વધારો જોવા મળ્યો હતો. હાલમાં BSE નો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 152 પોઈન્ટ ના ઉછાળા સાથે 61,302 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે NSEનો સેન્સેક્સ નિફ્ટી 45 પોઈન્ટ ના ઉછાળા સાથે 18,257 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે શેરબજાર સતત ત્રીજા દિવસે વધારા સાથે લીલા નિશાન પર બંધ થયું હતું. બોમ્બે સ્ટૉક એક્સચેન્જનો સેન્સેક્સ 61 હજારની સપાટી વટાવીને 533 પોઈન્ટના વધારા સાથે 61,150 પર બંધ થયો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ 156 પોઈન્ટના વધારા સાથે 18,212ના સ્તરે બંધ થયો હતો.

business news bombay stock exchange sensex