બજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સમાં 122 અંકોનો ઘટાડો

14 January, 2019 10:16 AM IST  | 

બજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સમાં 122 અંકોનો ઘટાડો

શેરબજારની શરૂઆતમાં સુસ્તી સાથે

સવારે સવા નવ વાગ્યે સેન્સેક્સ 122 અંકોની કમજોરી સાથે 35,887 પર અને નિફ્ટી 38 અંકોના ઘટાડાની સાથે 10,756 પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં નિફ્ટી 50 શેર્સની વાત કરીએ તો 11 લીલા નિશાનમાં 39 લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. જો ઈન્ડેક્સની વાતકરીએ તો નિફ્ટીના મિડકેપ 0.43% અને સ્મોલકેપ 0.13%ના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે.

બજારમાં વૈશ્વિક સંકેત આજે મિશ્રિત છે. એસજીએક્સ નિફ્ટી મામૂલી વધારાની સાથે કરોબાર કરી રહ્યો છે. બાકીના એશિયાઇ માર્કેટમાં સુસ્ત કારોબાર છે. જાપાનનો કારોબાર આજે નિક્કેઇ આજે બંધ છે. તો, શુક્રવારે અમેરિકન બજાર મામૂલી દબાણ સાથે બંધ થયો હતો. આ વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતી બજાર આજે નબળાઈ સાથે કારોબાર કરી રહ્યો છે.

આ પણ વાંચો : બજારમાં ઉમંગ ને તરંગ છે, પરંતુ પવનની દિશા હજી અધ્ધર છે

આજના કારોબારના દિગ્ગજ શૅરો સાથે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ નબળા દેખાય રહ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.55 ટકાના ઘટાડીની સાથે 15090 ના સ્તરના આસપાસ કારોબાર કરી રહ્યા છે, જ્યારે સ્મૉલકેપ શેરોમાં 0.26 ટકાના દબાણ સાથે 14562 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. આજના કારોબારમાં ઓઇલ અને ગેસમાં પણ દબાણ જાવો મળી રહ્યું છે. બીએસઈના ઑઇલ અન્ડ ગેસ ઇન્ડેક્સ પણ આજે 0.56 ટકાની નબળાઇ દેખાડી રહ્યું છે.

sensex bombay stock exchange national stock exchange