સેન્સેક્સે ઇતિહાસ રચતા પહેલીવાર 41 હજારને પાર પહોંચ્યો

26 November, 2019 11:33 AM IST  |  Mumbai

સેન્સેક્સે ઇતિહાસ રચતા પહેલીવાર 41 હજારને પાર પહોંચ્યો

ભારતીય શેર બજાર

ભારતીય શેરબજારે આજે મંગળવારે રેકોર્ડ સ્તરોની સાથે શરૂઆત કરી હતી. સેન્સેક્સએ પહેલીવાર 41,000ની ઉપર ખુલ્યો હતો. શેરબજારના કારોબાર દરમિયાન તે 231 અંકના વધારા સાથે 41,120.28ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. નિફ્ટી 59 અંક વધીને 12,132.45 પર પહોંચ્યો. તે અત્યાર સુધીનું સૌથી ઉંચુ સ્તર છે. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ, વિદેશી અને ઘરેલું સંકેતોના કારણે શેરબજારમાં ખરીદી ચાલુ છે. અમેરિકા-ચીનની વચ્ચે પ્રથમ તબક્કાની બિઝનેસ ડીલ અગામી મહીને થવાની શકયતા છે. બીજી તરફ આરબીઆઈ અગામી મહિને થનારી મૈદ્રિક નીતી સમીક્ષા બેઠકમાં ફરીથી વ્યાજ દર ઘટાડે તેવી શકયતા છે.



આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

આ શેરોમાં તેજીનું વાતાવરણ
શરૂઆતના કારોબારમાં, બીએસઈમાં થોમસ કૂક, સ્ટાર સિમેન્ટ લિમિટેડ, મેગ્મા ફિનકોર્પ લિમિટેડ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, વાંકીઝ ઇન્ડિયા લિમિટેડના શેરમાં તેજી છે. ભારતી એરટેલ, ભારતી ઈન્ફ્રાટેલ, ટાટા સ્ટીલ, હિંડાલ્કો, ગ્રોસિમના એનએસઈ શેરોમાં તેજી છે.

business news sensex bombay stock exchange national stock exchange