Gold Bondની વેચાણ સોમવારથી થશે શરૂ, આટલી છે કિંમત

07 September, 2019 04:36 PM IST  |  મુંબઈ

Gold Bondની વેચાણ સોમવારથી થશે શરૂ, આટલી છે કિંમત

Gold Bondની વેચાણ સોમવારથી થશે શરૂ

RBIએ શુક્રવારે કહ્યું કે સોમવારે ખુલી રહેલા સરકારી ગોલ્ડ બોન્ડની નવી સીરિઝ માટે કિંમત 3, 890 પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે. સરકારી ગોલ્ડ બોન્ડ યોજના 2019-20ની ચોથી સીરિઝ 9 થી 13 સપ્ટેમ્બર સુધી ખુલ્લી રહેશે. સરકારે એ રોકાણકારોને ઈશ્યૂ પ્રાઈઝ 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે, જે ઓનલાઈન આવેદન કરશે અથવા તો ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરશે.

RBIએ કહ્યું, એવા રોકાણકારો માટે ગોલ્ડ બૉન્ડનો ઈશ્યૂ પ્રાઈઝ 3, 840 રૂપિયા ગ્રામ હશે. સરકારે સોનાની માંગને ઓછી કરવા અને ઘરેલૂ બચત માટે એક ભાગ નાણાકીય બચતમાં બદલવામાં ઉદેશ્યમાં સરાકરી સ્વર્ણ બોન્ડ યોજનાની શરૂઆત 2015માં કરી હતી.

આ પણ જુઓઃ ભાતીગળ સંસ્કૃતિની શાન છે તરણેતર મેળો, જુઓ તસવીરો


બોન્ડમાં ઓછામાં ઓછું રોકાણ એક ગ્રામ છે જેમની અધિકતમ સીમા 500 ગ્રામ પ્રતિ વ્યક્તિ પ્રતી નાણાકીય વર્ષ છે.

business news reserve bank of india