SEBI એ IPO માર્કેટ ચાલુ નાણાકીય વર્ષમાં સુધરવાની આશા વ્યક્ત કરી

24 August, 2019 03:25 PM IST  |  Gandhinagar

SEBI એ IPO માર્કેટ ચાલુ નાણાકીય વર્ષમાં સુધરવાની આશા વ્યક્ત કરી

IPO

Gandhinagar : ભારતીય શેર માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી IPO માર્કેટ ધીમુ થઇ ગયું છે. જેને પગલે કોઇ મોટા આઇપીઓ હજુ સુધી માર્કેટમાં આવવા માટે તૈયાર નથી. આ સમયે SEBI ના ચેરમેન અજય ત્યાગી હાલ ગુજરાતની મુલાકાતે હતા. ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે દેશમાં ચુંટણીમો માહોલ, વૈશ્વિક મંદીની અસરના કારણે હાલ IPO માર્કેટને અસર પહોંચી છે.


ચાલુ વર્ષે સેક્ન્ડ હાફમાં IPO માર્કેટમાં સુધરો આવી શકે છે
જોકે આ અંગે અજય ત્યાગીએ વધુમાં જણાવ્યું હતુંકે ચાલુ નાણાકિય વર્ષના સેકન્ડ હાફમાં IPO માર્કેટમાં સુધારો જોવા મળી શકે છે. સેબીના અધ્યક્ષે જણાવ્યું હતું કે, IFSCમાં રોકાણ સલાહકારો અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓની કામગીરી શરૂ કરવા માટે ઓપરેશનલ માર્ગદર્શિકા જારી કરવા સેબી અને ગિફ્ટ સિટી વચ્ચે વાતચીત ચાલુ છે.


બજારની સ્થિતિ માટે ઘણા ફેકટર્સ કામ કરતા હોય છે: SEBI
ફોરેઇન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) દ્વારા ભારે વેચવાલીના પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું અને હજુ પણ ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ ખરાબ લાગી રહ્યું છે. આ અંગે બોલતા સેબી ચેરમેને કહ્યું કે, બજારની સ્થિતિ માટે ઘણા ફેકટર્સ કામ કરતા હોય છે અને તેના માટે માત્ર FPI જવાબદાર નથી. જનરલ સ્લોડાઉનના કારણે બજારમાં વેચવાલી રહે છે. FPI આગળ જતા પણ વેચશે ક નહિ તે તો કહી ના શકાય પરંતુ ઓપરેશનલ સાઈડમાં અમે ઘણા પગલા લીધા છે અને અમને લાગી રહ્યું છે કે તેનાથી તેમને (FPIને) સંતોષ થશે.


આ પણ જુઓ : ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

ગિફ્ટમાં પ્રાયમરી ડેટ લિસ્ટિંગ માટે ઘણી તકો રહેલી છે: ત્યાગી
હાલમાં સેબીએ ઘણા ઇન્ટરમીડીઅરીઝને સ્ટોક બ્રોકરો, ડિપોઝિટરી સહભાગીઓ, મર્ચન્ટ બેન્કરો તરીકે IFSCમાંથી સંચાલન કરવાની મંજૂરી આપી દીધી છે. IFSCમાં ડેટ લિસ્ટિંગ વિશે વાત કરતા ત્યાગીએ જણાવ્યું હતું કે ગિફ્ટ પાસે અત્યાર સુધીમાં 42 બિલિયન ડોલરથી વધુની મીડીયમ ટર્મ નોટ્સ, 59.9 બિલિયન ડોલરના મસાલા બોન્ડ્સ અને 1.6 બિલિયન ડોલરના ગ્રીન બોન્ડ્સ લીસ્ટ થયા છે. અત્યાર સુધી સેકન્ડરી ડેટમાં જ લિસ્ટિંગ થયું છે અને અહી પ્રાયમરી લિસ્ટિંગ માટે ઘણી તકો રહેલી છે.

business news sebi