આ વખતે ધનતેરસ પર સોના-ચાંદીના વેચાણમાં 40 ટકાનો ઘટાડો

26 October, 2019 02:53 PM IST  |  મુંબઈ

આ વખતે ધનતેરસ પર સોના-ચાંદીના વેચાણમાં 40 ટકાનો ઘટાડો

ધનતેરસ પર ઘટ્યું સોનાનું વેચાણ

આ ધનતેરસ પર સોના અને ચાંદીના વેચાણમાં ગયા વસની સરખાણીમાં ભારે ઘટાડો જોવામાં આવ્યો છે. આ વખતે ધનતેરસ પર સોના અને ચાંદીના વેચાણમાં 40 ટકાનો ઘટાડો થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સોનાની ઉંચી કિંમતના કારણે તેની ડિમાન્ડ ઓછી છે, જેનાથી વેચાણ પર અસર પડી છે. વેપારીઓએ પણ ધનતેરસ પર મોટાભાગના બજારોમાં ઠંડા રહેવાની વાત કરવામાં આવી છે. માન્યતા છે કે ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાનું શુભ હોય છે.

રાષ્ટ્રની રાજધાની દિલ્હીમાં ધનતેરસ પર સોનામાં 220 રૂપિયાનો વધારો નોંધાવામાં આવ્યો હતો. જેનો ભાવ 39, 240 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ગયું હતું. ત્યાં જ, જો ગયા વર્ષની ધનતેરસની વાત કરીએ તો, એ વખતે સોનાની કિંમત 32, 690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આ વખતે આ વખતે આ ધાતુની કિંમતમાં 20 ટકાનો વધારો થયો હતો.

આ પણ જુઓઃ આ દિવાળીએ ગુજરાતી સેલેબ્સની જેમ તમે થાઓ તૈયાર, લાગશો એકદમ હેન્ડસમ...

છૂટક વેપારીઓના સંગઠન અનુસાર, આ ધનતેરસ પર સાંજ સુધીમાં 6, 000 કિલો સોનાના વેચાણનું અનુમાન લગાવ્યું છે. જેની કિંમત 2, 500 કરોડ રૂપિયા છે. તો, ગયા વર્ષની વાત કરીએ તો ત્યારે ધનતેરસ પર 17, 000 કિલો સોનું વેચાયું હતું. તેની કિંમત લગભગ 5, 5000 કરોડ રૂપિયા હતી. કેટના ચેરમેન પંકજ અરોરાએ જણાવ્યા પ્રમાણે, અનુમાન છે કે આ વખતે વેપારમાં 35 થી 40 ટકાનો ઘટાડો થયો છે. આ વેપારીઓ માટે ચિંતાની વાત છે. સોના અને ચાંદીના ભાવમાં તેજીના કારણે વેચાણમાં આ ઘટાડો થયો છે. કદાચ આ ધનતેરસ છેલ્લા 10 વર્ષની સૌથી ખરાબ ધનતેરસ રહી.

business news