26 ઑગસ્ટથી બદલાશે બેંકના આ ટ્રાંઝેક્શનના ટાઈમિંગ, મળશે આ ખાસ સુવિધા

22 August, 2019 04:42 PM IST  |  મુંબઈ

26 ઑગસ્ટથી બદલાશે બેંકના આ ટ્રાંઝેક્શનના ટાઈમિંગ, મળશે આ ખાસ સુવિધા

26 ઑગસ્ટથી બદલાશે બેંકના આ ટ્રાંઝેક્શનના ટાઈમિંગ

ડિજિટલ ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રિઝર્વ બેંકે રિયલ ટાઈમ ગ્રૉસ સેટલમેન્ટ સિસ્ટમમાં ટ્રાંઝેક્શનનો સમય એક કલાક વધારી દીધો છે. હવે ગ્રાહકો 26 ઑગસ્ટથી સવારે 8 વાગ્યાના બદલે સવારે 7 વાગ્યાથી જ RTGSના માધ્યમથી ટ્રાંઝેક્શન કરી શકાશે. કેન્દ્રીય બેંકે બુધવારે કહ્યું કે, "RTGSના વપરાશ વધારવા માટે આ નક્કી કરવામાં આવ્યું છે કે ટ્રાંઝેક્શનનો સમયે એક કલાક વધારવામાં આવી."

26 ઑગસ્ટથી આ રહેશે RTGSના નવા ટાઈમિંગ
સેવા શરૂ થશેઃ સવારે 7 વાગ્યાથી
કસ્ટમર ટ્રાંઝેક્શન સમયઃ સાંજના 6 વાગ્યા સુધી
ઈંટર-બેંક ટ્રાંઝેક્શન સમયઃસાંજના 7.45 વાગ્યા સુધી
ઈંટ્રા-ડે લિક્વિટિડી રિવર્સલ સમયઃ સાંજના 7.45 થી 8 વાગ્યા સુધી

શું છે RTGS?
RTGSના માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવે તો તે તરત જ રીઅલ ટાઈમમાં થઈ જાય છે. જેને વ્યક્તિક ખાતું ધરાવતા લોકો અથવા સમૂહમાં ગ્રાહકને ફંડ ટ્રાંસફર કરી શકાય છે. આ સિસ્ટમ મુખ્યત્વે મોટી રકમ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. RTGSના માધ્યમથી ઓછામાં ઓછા 2, 00, 000 રૂપિયાનું ટ્રાંઝેક્શન કરવામાં આવે છે,પરંતુ વધુમાં વધુ ટ્રાંઝેક્શનની કોઈ સીમા નથી.

આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

RTGS સિવાય અન્ય લોકપ્રિય માધ્યમ નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાંસફર(NEFT) પણ છે. એમાં સૌથી ખાસ વાત એ છે કે, તેમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ પૈસાની કોઈ જ સીમા નથી. તેમાં ખામી એ છે કે તેમાં ફંડ ટ્રાંસફર નિર્ધારિત સમય પર જ થાય છે. આ ગ્રાહકો માટે સવારે 8 વાગ્યેથી 7 વાગ્યા સુધી જ મળે છે અને બેંક હોલિડે હોય ત્યારે આ સુવિધા નથી મળતી. જેમાં 2 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાંસફર કરી શકાય છે.

reserve bank of india business news