જુલાઇમાં રિટેલ મોંઘવારી દરમાં સામાન્ય ઘટાડા સાથે 3.15 ટકા રહ્યો

13 August, 2019 10:30 PM IST  |  Mumbai

જુલાઇમાં રિટેલ મોંઘવારી દરમાં સામાન્ય ઘટાડા સાથે 3.15 ટકા રહ્યો

Mumbai : ભારતમાં મંદીના માર વચ્ચે ગ્રાહક ભાવાંકના મોંઘવારી દરમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. ભારત સરકાર મંગળવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે જુલાઇ મહિનામાં રિટેલ ઇન્ફ્લેશન સાધારણ ઘટીને 3.15 ટકા નોંધાયો છે. જે ગત જૂનમાં 3.18 ટકા અને જુલાઇ 2018માં 4.17 ટકા હતો. કેન્દ્રીય સાંખ્યાકીય વિભાગ તરફથી જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ગત મહિને એટલે કે જુલાઇ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થઇ હોવા છતાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) એટલે રિટેલ ઇન્ફ્લેશનમાં ઘટાડો જવા મળ્યો તે નવાઇની વાત છે.

ફુડ બાસ્કેટનો ઇન્ફ્લેશન રેટ 2.36 ટકા રહ્યો
સરકારી આંકડા મુજબ ફૂડ બાસ્કેટનો ઇન્ફ્લેશન જુલાઇમાં
2.36 ટકા રહ્યો છે જે જૂનમાં 2.25 ટકા હતો. આ દર રિઝર્વ બેન્ક દ્વારા નક્કી કરાયેલા 4 ટકાના મોંઘવારી દર કરતા નીચા છે.નોંધનિય છે કે રિઝર્વ બેન્ક દ્વારા દર બે મહિને પોતાની ધિરાણનીતિમાં મોંઘવારી દરનું લક્ષ્યાંક નક્કી કરે છે. રિટેલ મોંઘવારીના દરમાં થયેલા ઘટાડાથી એક વાત તો સ્પષ્ટ થઇ ચૂકી છે કે રિઝર્વ બેન્ક દ્વારા રેપો-રેટમાં ઘટાડવાનો નિર્ણય કેટલો જરૂરી હતો. કારણ કે મોંઘવારી દરમાં ઘટાડો એ માંગ અને વપરાશ ઘટવા તરફ સંકેત કરે છે.

આ પણ જુઓ : ઝાડૂ પણ મારે છે અને નગારા પણ વગાડે છે, આવો છે આપણા PMનો અંદાજ

હવે
 RBI હવે ઓક્ટોબરમાં જાહેર થનાર પોતાની ધિરાણનીતિમાં વધુ એક વખત વ્યાજદર ઘટાડે તો નવાઇ નહીં. રિઝર્વ બેન્ક દેશમાં માંગ અને વપરાશને વેગ આપવા માટે રેપોરેટમાં ઘટાડો કરી શકે છે. તાજેતરની ધિરાણનીતિમાં RBIએ રેપોરેટ ઘટાડીને 5.4 ટકા કર્યો છે જે છેલ્લાં નવ વર્ષનો સૌથી નીચો રેટ છે.

business news