રીટેલ બિઝનેસ ગ્રોથ પ્રી-કોવિડ સ્તરની તુલનાએ ૧૮ ટકા વધ્યો

18 August, 2022 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રીટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના તાજેતરના વ્યવસાય સર્વેક્ષણ મુજબ, પૂર્વ ભારતમાં ગયા મહિને વાર્ષિક ધોરણે સૌથી વધુ ૨૫ ટકા વૃદ્ધિ જોવા મળી હતી, ત્યાર બાદ દક્ષિણમાં ૨૧ ટકા, ઉત્તરમાં ૧૬ ટકા અને પશ્ચિમ ભારતમાં ૧૦ ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

રીટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં રીટેલ વ્યવસાયોએ રોગચાળા પહેલાંના સમય મુજબ વૃદ્ધિ કરવાનું ચાલુ રાખ્યું છે, જે જુલાઈના વેચાણમાં ૨૦૧૯માં સમાન મહિનાની તુલનામાં ૧૮ ટકાનો વધારો નોંધાવ્યો હતો.

રીટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના તાજેતરના વ્યવસાય સર્વેક્ષણ મુજબ, પૂર્વ ભારતમાં ગયા મહિને વાર્ષિક ધોરણે સૌથી વધુ ૨૫ ટકા વૃદ્ધિ જોવા મળી હતી, ત્યાર બાદ દક્ષિણમાં ૨૧ ટકા, ઉત્તરમાં ૧૬ ટકા અને પશ્ચિમ ભારતમાં ૧૦ ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો.

શ્રેણીઓની દૃષ્ટિએ, જુલાઈમાં ૩૨ ટકાના વધારા સાથે રમતગમતના સામાનમાં સૌથી વધુ વૃદ્ધિદર જોવા મળ્યો, ત્યાર બાદ ફુટવેઅર તથા ફર્નિચર અને ફર્નિશિંગમાં ૨૩ ટકાનો વધારો થયો.
ઍપેરલ અને કપડાંમાં ૨૨ ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ઝડપી સેવા રેસ્ટોરાં, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રૉનિક્સ ફુટવેઅરમાં ૧૬ ટકાનો વધારો નોંધાયો હતો, એમ wwસર્વેક્ષણમાં જણાવાયું છે, જ્યારે જ્વેલરી સેક્ટરમાં ૧૫ ટકાનો વધારો થયો છે. ફૂડ અને ગ્રોસરીમાં ૧૧ ટકાનો વધારો થયો છે.

business news covid19 coronavirus