RBI ની દિવાળી ગિફ્ટ, રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો, લોન થશે સસ્તી

04 October, 2019 01:09 PM IST  |  New Delhi

RBI ની દિવાળી ગિફ્ટ, રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો, લોન થશે સસ્તી

New Delhi : રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ દેશની જનતાને દિવાળી ભેટ આપી છે. આજે મળેલી RBI ક્રેડિટ પોલીસની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં RBI એ 0.25 ટકાનો રેપો રેટો ઘટાડવાની જાહેરાત કરી છે. આ પહેલા 5.40 નો રેપો રેટ હતો જે હવે 5.15 ટકા રેપો રેટ પહોંચી ગયો છે. રેપોરેટ ઘટ્યા બાદ બેન્કો પણ વ્યાજ દર ઘટાડશે અને લોકોને હોમલોન, ઓટો લોન વગેરેની EMIમાં રાહત મળશે.હવે બેન્કોને પણ સસ્તી લોન મળવાના કારણે ગ્રાહકોને પણ ફાયદો થશે.


હવે જ્યારે રેપોરેટ ઘટશે તેનો સીધો ફાયદો ગ્રાહકોને સીધો ફાયદો થશે
ગત સપ્તાહે જ RBI એ તમામ બેન્કને આદેશ આપ્યા હતા કે 1લી ઓક્ટોબરથી વ્યાજ દરોને રેપો રેટ જેવા બાહ્ય બેંચમાર્ક સાથે લિંક કરવામાં આવે. SBI અને અન્ય મુખ્ય બેન્કોએ રેપો રેટની પસંદગી કરી. જેનો સીધો ફાયદો એ થશે કે જ્યારે પણ RBI રેપો રેટ ઘટાડશે તો ગ્રાહકો માટે લોન તરત સસ્તી થઈ જશે. MCLR આધારિત લોનમાં ગ્રાહકોને તરત ફાયદો મળતો ન હતો. પરંતુ રીસેટ ડેટના હિસાબથી EMIમાં ફેરફાર થતો હતો. બેન્ક રેપો રેટ ઘટ્યા પછી વ્યાજદર તરત ઘટાડવામાં બંધાયેલી ન હતી. RBI આ વ્યવસ્થાથી સંતુષ્ટ ન હતી. કારણ કે, તેમનો દર ઘટાડવાનો ફાયદો ગ્રાહકોને સીધો મળતો ન હતો.


આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

નવા ગ્રાહકોને તરત ફાયદો મળશે
SBIના જૂના ગ્રાહકોના રેપોરેટમાં ઘટાડાનો ફાયદો લેવા માટે લોન શિફ્ટિંગ માટે અરજી કરવી પડશે. બાકી બેન્કોની સ્થિતી હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. જે પણ બેન્ક લોનના દરોને રેપો રેટ સાથે જોડી ચુકી છે તેના નવા ગ્રાહકોને 0.25% ઘટાડાનો ફાયદો મળશે. આરબીઆઈએ સતત પાંચમી વખત રેપો રેટ ઘટાડ્યો છે. ઓગસ્ટમાં 0.35%નો ઘટાડો કર્યો હતો. આ પહેલા ત્રણ વખત રેચ 0.25-0.25% ઘટાડ્યો હતો. આ વર્ષે રેપો રેટ 1.35% ઘટ્યો છે. શુક્રવારે ઘટાડા બાદ તેનો દર 5.15% થઈ ગયો છે. પહેલા 5.40 ટકા હતો.

business news reserve bank of india