આનંદો: RBI એ સતત ચોથીવાર રેપો રેટ ઘટ્યો, હવે તમામ લોની EMI ઘટી જશે

07 August, 2019 12:54 PM IST  |  દિલ્હી

આનંદો: RBI એ સતત ચોથીવાર રેપો રેટ ઘટ્યો, હવે તમામ લોની EMI ઘટી જશે

તમારી લોનની EMI હજી ઘટવાની છે. ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચોથી વખત રેપો રેટ ઓછો કર્યો છે. દેશની સેન્ટ્ર બેન્કે આજે ગવર્નર શક્તિકાંતદાસની અધ્યક્ષતામાં થયેલી મૌદ્રિક નીતિની બેઠકમાં રેપો રેટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ત્રણ દિવસ ચાલેલી બેઠક આજે બુધવારે પૂરી થઈ હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આ નિર્ણયને કારણે બેન્ચ માર્ક રેપો રેટ હવે એપ્રિલ 2010 બાદ સૌથી નીચા સ્તરે આવી ગયો છે. રિઝર્વ બેન્કના આ નિર્ણય સાતે જ રેપો રેટ 5.75 ટકાથી ઘટીને 5.40 ટકા થઈ ચૂક્યો છે. રિઝર્વ બેન્કના આ પરિવર્તનથી હોમ લોન સહિતની બીજી લોન સસ્તી થઈ જશે.

રેપો રેટમાં ત્રીજી વખત ઘટાડો થયો છે, ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી મૌદ્રિક નીતિની બેઠકમાં વ્યાજ દર સ્થિર રાખી શકે છે. પરંતુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એજન્સીોએ નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતનો GDP ઘટવાનું અનુમાન કર્યું હતું, ત્યારથી જ સંકેત હતા કે RBI ફરી રેપો રેટ ઘટાડી શકે છે. ઈન્ડસ્ટ્રીઝને પણ રિઝર્વ બેન્ક પાસેથી રેપોરેટમાં 0.25 થી 0.50 ટકાના ઘટાડાની આશા હતી.

શું છે રેપો રેટ ?

રેપો રેટ એ રેટ હોય છે, જેના પર બેન્ક રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે. ભારતીય રિઝર્વ બેન્ક રેપો રેટ ઘટાડીને બેન્કોને એ સંદેશ આપે છે કે તમારે સામાન્ય લોકો અને કંપનીઓ માટેની લોન સસ્તી કરવી જોઈએ.

આ પણ વાંચોઃ ગાડી નહીં,લોન મળશે:નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓની કટોકટીની અસર વેચાણ પર

રેપો રેટ ઘટતા ગગડ્યું શૅર બજાર

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ ઘટાડતા શૅર બજાર પર પણ અસર પડી હતી. રેપો રેટમાં કાપની જાહેરત બાદ સેન્સેક્સ 100 પોઈન્ટ ડાઉન થયો હતો, જ્યારે નિફ્ટીમાં 40 પોઈન્ટનો ઘટાડો દેખાયો હતો.

reserve bank of india national news business news