રીઝર્વ બેન્કે 0.25 ટકા રેપો રેટ ઘટાડ્યો, બધી લોન સસ્તા થવાની સંભાવના

04 April, 2019 01:16 PM IST  |  મુંબઈ

રીઝર્વ બેન્કે 0.25 ટકા રેપો રેટ ઘટાડ્યો, બધી લોન સસ્તા થવાની સંભાવના

રીઝર્વ બેન્કે કટ કર્યો રેપો રેટ

RBI ની છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ બેઠકમાં આજે ત્રીજા દિવસે આશા પ્રમાણે રેપો રેટમાં 0.25% ટકાની કપાત કરી હતી. નવા આકડા પ્રમાણે રેપો રેટ 6.25 થી ઘટીને 6.00 ટકા થઇ ગયો છે. પૉલિસી પર એમપીસીનું  ન્યુટ્રલ વલણ છે. એમપીસીના 6 માંથી 4 સભ્ય કપાતના પક્ષમાં હતા. આરબીઆઈની મૉનિટરી કમિટીની બેઠક હવે 3-6 જૂનની વચ્ચે યોજાશે.

 

રિવર્સ રેપો રેટ પણ 0.25 ટકા ઘટ્યો
RBI એ રિવર્સ રેપો રેટ પણ ઓછો કર્યો છે. રિવર્સ રેપો રેટને 0.25 ટકાથી ઓછો કર્યો છે. આ પહેલા રિવર્સ રેપો રેટ 6.00 ટકા હતો જે હવે 5.75 ટકા થઇ ગયો છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2020 માટે જીડીપી ગ્રોથ અનુમાનને ઘટાડી 7.2 ટકા કરી દીધો છે. જ્યારે નાણાકીય વર્ષ 2021 ના જીડીપ ગ્રોથના અનુમાનને 7.4 ટકા રાખ્યો છે.


2020ના મોંઘવારી અનુમાન 3.6% રાખ્યું

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ બેઠકમાં નાણાકીય વર્ષ 2020 ના મોંઘાવારી અનુમાન 3.6% કર્યો છે. તો નાણાકીય વર્ષ 2021 નું મોંઘવારીનું અનુમાન 4.1% રાખવામાં આવ્યો છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે આ વર્ષ મૉનસૂન સામાન્ય રહી શકે છે અને નાણાકીય વર્ષ 2020 માં ગ્લોબલ ગ્રોથ 3.6 ટકા રહી શકે છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં રિટેલ મોંઘવારી અનુમાન ઘટાડતા 2.4 ટકા રાખ્યું છે.


શું કહ્યું RBI ગવર્નરે...
બેઠક બાદ RBI ના ગર્વનરે કહ્યુ કે ગ્લોબલ ઇકોનૉમીમાં સુસ્તી જોવા મળી હતી. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં દેશનો એક્સપોર્ટ ગ્રોથ સારો રહ્યો છે. તો બીજી તરફ હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટર પર એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટી 10 ઓગસ્ટના રોજ પોતાનો રિપોર્ટ રજુ કરશે. જોકે ગવર્નરનું કહેવું છે કે ક્રૂડના ભાવ વધવા છતાં પણ મોંઘવારીને અમે કાબૂમાં રાખી શક્યા છે. જે એક ઇકોનૉમી માટે સારા સંકેત કહી શકાય. તો બીજી તરફ ગવર્નરે માન્યું કે એમએસએમઈ માટે ક્રેડિટ ગ્રોથ હજુ પણ ઓછો છે. નાણાકિય સ્થિતિ પર સતર્ક રહેવાની જરૂરત છે. ખાદ્ય મોંઘવારી દર સારી સ્થિતિમાં છે.

આ પણ વાંચો : છેલ્લા 3 મહીનામાં એક નથી વેચાઈ ટાટા નેનો, પ્રોડક્શન થયું બંધ

GDP ગ્રોથમાં મામુલી ઘટાડો સંભવ : ગવર્નર
ચાલુ નાણાકીય વર્ષ 2019 માટે ગવર્નરે ચીંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે જીડીપી ગ્રોથમાં મામૂલી ઘટાડો સંભવ છે. કેન્દ્રીય બેન્કના ખાનગી રોકાણના દ્વારા ઘરેલૂ ગ્રોથ વધારવા પર વધુ ધ્યાન રહેશે. તેની સાથે જ મોંઘવારી પર નિયંત્રણ રાખતા ગ્રોથ વધવાની કોશિશ કરવામાં આવી રહી છે.

reserve bank of india