Yes બૅન્કને મળ્યા રાહતના સમાચાર, લોકોએ કરી 2700 કરોડની કમાણી

03 October, 2019 08:34 PM IST  |  મુંબઈ ડેસ્ક

Yes બૅન્કને મળ્યા રાહતના સમાચાર, લોકોએ કરી 2700 કરોડની કમાણી

યેસ બૅન્ક

ભારતની પ્રાઇવેટ સેક્ટરની યેસ બૅન્ક હાલ ચર્ચામાં છવાયેલી છે. હકીકતે, છેલ્લા કેટલાક દિવસોથી યેસ બૅન્કના શૅરની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો, પણ ગુરુવારે એકાએક 30 ટકા વધારો થઈ ગયો. મુશ્કેલીના સમયમાં યેસ બૅન્કના શૅરમાં આવેલી આ તેજી ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. એવામાં સવાલ એ છે કે આખરે ગુરુવારે એવું શું થયું કે યેસ બૅન્કના શૅરમાં આટલી તેજી આવી ગઈ.

સૌથી પહેલા જાણો યેસ બૅન્કની સ્થિતિ
લગભગ 15 વર્ષ પહેલા શરૂ થયેલા યેસ બૅન્કમાં જે લોકોએ પણ પૈસા લગાડ્યા છે તેમણે ફક્ત 13 મહિનાની અંદર 90 ટકાથી વધુનું નુકસાન થઈ ગયું છે. ઑગસ્ટ 2018માં યેસ બૅન્કના જે શૅર 400 રૂપિયાથી વધુની કિંમતના ભાવે વેચાતાં હતા તે ગયા મંગળવારે એટલે કે 1 ઑક્ટોબરે ગબડીને 30 રૂપિયાના સ્તરે આવી પહોંચ્યા હતા.

ગુરુવારે કેવો રહ્યો હાલ
ગુરુવારે એકાએક યેસ બૅન્કના શૅરમાં 30 ટકાથી વધુની તેજી આવી. કારોબારના અંતમાં યેસ બૅન્કના શૅર લગભગ 33 ટકાના વધારા સાથે 42.55 રૂપિયાના ભાવ પર બંધ થયા. શૅરમાં જબરજસ્ત તેજીને કારણે નિવેશકોને 2700 કરોડનો ફાયદો થયો.

હકીકતે, ગુરુવારે માર્કેટ બંધ થતાં યેસ બૅન્કનું માર્કેટ કેપિટલ 10,851.66 કરોડ રૂપિયા પર પહોંચ્યું. આ પહેલા મંગળવારે યેસ બૅન્કનું માર્કેટ કેપ 8161 કરોડ રૂપિયા પર જ અટકેલું હતું. આ રીતે ફક્ત એક કારોબારી દિવસમાં યેસ બૅન્કનું માર્કેટ કેપ 2700 કરોડ રૂપિયા વધી ગયું છે. જણાવીએ કે બુધવારે ગાંધી જયંતિને કારણે માર્કેટમાં કારોબાર થયું ન હતું.

એકાએક કેવી રીતે આવી તેજી
હકીકતે, મુશ્કેલીના સમયમાં યેસ બૅન્કને દિવંગત અશોક કપૂરના પરિવારનું સમર્થન મળ્યું છે. યેસ બૅન્ક માટે અશોક કપૂરના પરિવારનું સમર્થન ખૂબ જ મહત્વનું છે. હકીકતે, અશોક કપૂર યેસ બૅન્ક પ્રમોટર હતા. પણ 26 નવેમ્બર 2008માં મુંબઇ આતંકવાદી હુમલામાં તેનું મૃત્યુ થયું. તેના પછી અશોકની પત્ની મધુ કપૂરે પોતાની દીકરીને બૅન્કના બૉર્ડમાં સામેલ કરવાની માગ કરી. પણ મધુ કપૂરની આ માગ યેસ બૅન્કના ફાઉન્ડર રાણા કપૂરે નકારી દીધી. જેના પછી આ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો.

આ પણ વાંચો : લો શરૂ થઈ ગઈ દિવાળીની તૈયારી...જુઓ શું છે આ વખતે ટ્રેન્ડમાં!

હવે શું થયું
અશોક કપૂરના પરિવારે આ બૅન્ક, તેના પ્રબંધકો તેમજ નેતૃત્વને પોતાનું સંપૂર્ણ સમર્થન આપવાનો વિશ્વાસ અપાવ્યો છે. અશોક કપૂરની દીકરી શગુને કહ્યું કે અમે આ બૅન્ક સાથે સંપૂર્ણ મક્કમતાથી ઉભા છીએ. અમે આ બૅન્કના નેતૃત્વ અને તેના પ્રબંધકોમાં સંપૂર્ણ વિશ્વાસ છે. પરિવારનું આ મોટું નિવેદન આવ્યું છે જ્યારે યેસ બૅન્કના ફાઉન્ડર રાણા કપૂરે બૅન્કમાં પોતાની ભાગીદારી વેચી દીધી છે. જણાવીએ કે અશોક કપૂરનું નામ આ કંપનીમાં 8.7 ટકા શૅર છે. તેની સાથે જ મેનેજમેન્ટમાં ફેરફારના કારણે પણ બૅન્કના શૅરમાં તેજી આવી છે.

business news