અમેઝોન-ફ્લિપકાર્ટની વધી શકે મુશ્કિલો,ઈ-કોમર્સમાં આવવા તૈયાર રિલાયન્સ

22 May, 2019 05:10 PM IST  | 

અમેઝોન-ફ્લિપકાર્ટની વધી શકે મુશ્કિલો,ઈ-કોમર્સમાં આવવા તૈયાર રિલાયન્સ

ફીઈલ ફોટો

એમેઝોન અને વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન માર્કેટની દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપવા માટે રિલાયન્સ રિટેલ માર્કેટમાં આવવા તૈયાર છે. ગ્લોબલ માર્કેટ રિસર્ચ ફર્મ ફોરેસ્ટરની એક રિપોર્ટ અનુસાર, રીલાયન્સ જલ્દીથી ઓનલાઈન માર્કેટમાં આવવા તૈયાર છે. હાલ કંપની 6,600 શહેરોમાં 10,415 સ્ટોર ઓપરેટ કરી રહી છે. ટેલિકોમ સેક્ટરની જેમ આ સેક્ટરમાં પણ રીલાયન્સની એન્ટ્રી પછી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને ટક્કર મળી શકે છે.

ફોરેસ્ટર રિસર્ચના સીનિયર ફોરકાસ્ટ એનાલિસ્ટ સતીશ મીનાએ કહ્યું હતું કે, એમેઝોન અને ફ્લિપકાર્ટ માટે પરેશાનીએ રહેશે કે, રિલાયન્સ પોતાના બિઝનેસની શરુઆત પ્રોડક્ટ્સ પર ભારી ડિસ્કાઉન્ટ આપી શકે છે. આ રિસર્ચ અનુસાર, ભારતીય ઓનલાઈન રિટેલ સેક્ટર વર્ષ 2023 સુધીમાં 25.8 ટકા વાર્ષિક દરથી વધી શકે છે અને 85 અબર ડોલર એટલે કે આશરે 60 ખરબ રુપિયાનો બિઝનેસ કરી શકે છે.

આ પણ વાંચો: પરિણામ પહેલા તેજી સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 140 અંક ઉપર

સતીશ મીનાએ આ વિશે વાત કરતા કહ્યું હતું કે, જો રિલાયન્સ ડિસ્કાઉન્ટ ઓફર્સની સાથે બિઝનેસની શરુઆત કરી શકે છે જેના કારણે રિટેલ ઈ-કોમર્સમાં મોટા બદલાવ જોવા મળી શકે છે. અમને આશા છે કે રિલાયન્સના આ સેક્ટરમાં એન્ટ્રીની સમયે ગ્રોસરી પર ભારી ડિસ્કાઉન્ટ આપી શકે છે.'

business news