પરિણામ પહેલા તેજી સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 140 અંક ઉપર

દલાલ સ્ટ્રીટ મુંબઈ | May 22, 2019, 15:58 IST

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા ભારતીય શૅર બજારમાં ફરીથી તેજી નજર આવી છે.

પરિણામ પહેલા તેજી સાથે બંધ થયું શૅર બજાર, સેન્સેક્સ 140 અંક ઉપર
પરિણામ પહેલા તેજી સાથે બંધ થયું શૅર બજાર

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા ભારતીય શૅર બજારમાં ફરીથી તેજી નજર આવી છે. સવારે ભારતીય શૅર બજાર સપાટ ખુલ્યા બાદ દિવસભરના કારોબાર બાદ અંતમાં લીલા નિશાન પર બંધ થયું છે. સેન્સેક્સ 140 અંકોના વધારા સાથે 39,110ના સ્તર પર બંધ થયું છે. જ્યાં નિફ્ટી 28 અંકોના વધારા સાથે 11,737ના સ્તર પર બંધ થયું છે.

નિફ્ટીના મામલામાં ઈન્ડસઈન્ડ, સન ફાર્મા, બજાજ ઑટો અને આઈશર મોટર્સના શૅર્સમાં તેજી નજર આવી છે. ત્યાં ટેક મહિન્દ્રા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ભારતી ઈન્ફ્રાટેલ, આઈટીસી અને યસ બેન્કમાં ઘટાડો નોંધવામાં આવ્યો.  બતાવી દઈએ કે એની પહેલા મંગળવારના ભારતીય શૅર બજારમાં મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. જોકે દિવસભરના કારોબારમાં એનો રેકોર્ડ 39,500નો સ્તર સ્પર્શ કર્યો હતો, પરંતુ એમાં ઘટાડો નજર આવ્યો અને અંતમાં 382 અંક ઘટીને બંધ થયું.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આઈટી અને એફએમસીજી સેક્ટરને છોડીને બીજા સેક્ટર્સમાં તેજી જોવા મળી. બેન્ક, ઑટો, ઈન્ફ્રા, એનર્જી, ફાર્મા અને મેટલ સેક્ટર્સમાં તેજી નોંધવામાં આવી. 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK