14 મહિનામાં 35,000 કરોડ રુપિયાની કરી ચૂકવણી- અનિલ અંબાણી

11 June, 2019 05:10 PM IST  | 

14 મહિનામાં 35,000 કરોડ રુપિયાની કરી ચૂકવણી- અનિલ અંબાણી

ફાઈલ ફોટો

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ મંગળવારે કહ્યું હતું કે, છેલ્લા 14 મહિનામાં 35 હજાર કરોડ રુપિયાનું દેવુ ચુકવવામાં આવ્યું છે. આ સાથે જ કહેવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં બાકીના દેવાની પણ ચૂકવણી કરી દેવામાં આવશે. અનિલ અંબાણીએ એક કૉન્ફરન્સ કૉલ દરમિયાન મીડિયા સાથે વાત કરી હતી અને માહિતી આપી હતી.

અનિલ અંબાણી અનુસાર, 35 હજાર કરોડ રુપિયામાં જે ગ્રુપ કંપનીઓની ચુકવણી કરવામાં આવી છે તેમાં રિલાયન્સ પાવર, રિલાયન્સ ઈન્ફ્રા અને રિલાયન્સ કેપિટલ સામેલ છે. અંબણીએ કહ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપએ એપ્રિલ 2018થી મે 2019 સુધી આ 14 મહિનાઓમાં 35,000 કરોડ કરતા વધારે દેવાની ચૂકવણી કરી હતી.

25 હજાર કરોડ મૂળ રકમ ચુકવી

ચુકવેલા 35,000 પૈકી 25,000 કરોડ રુપિયા મૂળ રકમ હતી. જ્યારે 11,000 કરોડ રુપિયા વ્યાજની ચૂકવણી કરાઈ હતી. રિલાયન્સે દાવો કર્યો હતો કે, રિલાયન્સ ગ્રુપ ભવિષ્યમાં પોતાના તમામ દેવાની ચૂકવણી કરશે. આરકોમના શૅરના ભાવ 2.78 ટકા ઘટીને 1.75 રુપિયા પર ટ્રેન્ડ કરી રહી હતી. રિલાયન્સ પાવરના શૅર 2.61 ટકાની ઘટીને 5.6 રુપિયા રહ્યો છે.

આ પણ વાંચો: સરકાર નાના ઉદ્યમીઓને મોટી કંપનીઓ સાથે જોડવાની બનાવી રહી છે યોજના

અનિલે શેરના ભાવ પરની અફવા પર સ્પષ્ટતા કરી

અનિલ અંબાણીએ કંપનીના શૅરના ભાવોને લઈને અફવા પર પણ પોતાની વાત કરી હતી. શૅરોના ભાવની અફવા વિશે વાત કરતા અનિલ અંબાણીએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી રિલાયન્સ ગ્રુપની બધી જ કંપનીઓના શૅરોના ભાવને લઈને ગેરકાનુની અફવાઓને કારણે સ્ટેકહોલ્ડર્સને નુકસાન પહોચ્યું છે.

anil ambani reliance gujarati mid-day business news