સરકાર નાના ઉદ્યમીઓને મોટી કંપનીઓ સાથે જોડવાની બનાવી રહી છે યોજના

મુંબઈ(બિઝનેસ ડેસ્ક) | Jun 11, 2019, 14:13 IST

મોદી સરકાર નાના ઉદ્યમીઓને મદદ કરવા માટે પ્રયાસો કરી રહી છે. નાના ઉદ્યમીઓને મોટી કંપનીઓ સાથે જોડવાની સરકારની યોજના છે.

સરકાર નાના ઉદ્યમીઓને મોટી કંપનીઓ સાથે જોડવાની બનાવી રહી છે યોજના
સરકાર નાના ઉદ્યમીઓને મોટી કંપનીઓ સાથે જોડવાની બનાવી રહી છે યોજના

નાના અને મધ્યમ ઉદ્યોગકારોને મદદ કરવા માટે દેશભરમાં એંટરપ્રાઈઝ ફેસિલિટેશન સેન્ટર્સ ખોલવાનું વિચાર કરી રહી છે. આ સેન્ટર્સના માધ્યમથી સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો સુધી સૂચના પહોંચાડવામાં અને તેમની સમસ્યાઓને ઓળખવામાં મદદ મળશે. MSME મંત્રાલય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં પ્રતિસ્પર્ધાત્મકતા વધારવા અને તેમને મોટી કંપનીઓ સાથે એક કરવા માટે આ દિશામાં વિચાર કરી રહ્યું છે. મંત્રાલયના અતિરિક્ત સચિવ રામ મોહન મિશ્રાએ સોમવારે કહ્યું કે આ કેન્દ્રોનો બ્લોક સ્તર પર ખોલવાનો વિચાર છે.

મિશ્રાએ કહ્યું કે મંત્રાલય આપૂર્તિ શ્રૃંખલાના નીચેના સ્તર પર હાજર ઉદ્યમોની ક્ષમતા સુધારવા પર કામ કરી રહ્યું છે, જેથી તેઓ આપૂર્તિ શ્રૃંખલા સાથે જોડાઈ શકે અને ગુણવત્તા સુધારીને ઉત્પાદનો પુરા પાડી શકે. તેઓ નાણાકીય વ્યવસ્થાને મજબૂત કરવા માટે નાના અને મોટા ઉદ્યોગોને એક કરી રહ્યા છે. બજારમાં સેવાઓ છે પરંતુ બીજા પક્ષને તેની ખબર નથી. અને તેના માટે અમે આ સેન્ટરનો ઉપયોગ કરીશું.

આ પણ વાંચોઃ ચીનની નિકાસ વધતાં ઍલ્યુમિનિયમ ૨૯ મહિનાના તળિયે, તાંબું મજબૂત

સાથે મિશ્રાએ એમ પણ કહ્યું કે સરકારનું ધ્યાન સુવિધાઓ આપવા પર છે, કારણ કે બજારની પોતાની ચાલ હોય છે. અમે એ રીતે સુવિધાઓ કરાવીશું કે કિંમત ઘટશે અને ગુણવત્તા વધશે. જેનાથી ઉત્પાદનોની બજારમાં સ્વીકાર્યતા વધશે. સરકારનો પ્રયાસ છે કે તે પુરી ઈકોસિસ્ટમમાં સમરૂપતા વધે. તેમણે કહ્યું કે મંત્રાલય લઘુ ઉદ્યમોને સાત મામલામાં ચુસ્ત બનાવવામાં મદદ કરી રહી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK