બૅન્કોની લૉકરધારકો સાથે કરાર માટેની મુદત એક વર્ષ વધી

24 January, 2023 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે બૅન્કો ડિસેમ્બર ૨૦૨૩ના અંત સુધીમાં નવા કરારનો અમલ કરી શકશે

પ્રતીકાત્મક તસવીર

આરબીઆઇએ સોમવારે બૅન્કો માટે સેફ ડિપોઝિટ લૉકરધારકો સાથે સુધારેલા કરારો કરવા માટેનો સમય ડિસેમ્બરના અંત સુધી લંબાવ્યો હતો, કારણ કે મોટી સંખ્યામાં ગ્રાહકોએ હજી આમ કરવાનું બાકી છે.

ઑગસ્ટ ૨૦૨૧માં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બૅન્કિંગ અને ટેક્નૉલૉજીના ક્ષેત્રે વિવિધ વિકાસ, ગ્રાહકોની ફરિયાદોની પ્રકૃતિ અને આ ઉપરાંત બૅન્કોને પહેલી જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં વર્તમાન લૉકરધારકો સાથે સુધારેલા કરારો કરવા જણાવ્યું હતું. 

આ પણ વાંચો :કમર્શિયલ લોન લેનારાની સંખ્યામાં ૪.૩ ટકાનો ઘટાડો

જોકે રિઝર્વ બૅન્કના ધ્યાનમાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ગ્રાહકોએ સુધારેલા કરાર પર હસ્તાક્ષર કરવાના બાકી છે. ઘણા કિસ્સામાં, બૅન્કોએ ગ્રાહકોને નિર્ધારિત તારીખ (જાન્યુઆરી ૨૦૨૩) પહેલાં આવું કરવાની જરૂરિયાત વિશે જાણ કરવાની બાકી છે, એમ કેન્દ્રીય બૅન્કે બૅન્કોને નવીનીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાની સમયમર્યાદા લંબાવતાં એક નિવેદનમાં જણાવ્યું હતું. હવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં તબક્કા વાર હાલના સેફ ડિપોઝિટ લૉકર્સ માટેના કરારોનો અમલ કરી શકશે.

બૅન્કોને તેમના તમામ ગ્રાહકોને ૩૦ એપ્રિલ સુધીમાં સુધારેલી આવશ્યકતાઓ વિશે સૂચિત કરવા અને તેમના હાલના ગ્રાહકોમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા અને ૭૫ ટકા અનુક્રમે ૩૦ જૂન અને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં સુધારેલા કરારોને અમલમાં મૂકવા માટે કહેવામાં આવ્યું છે.

business news reserve bank of india