ATMની સુરક્ષા થશે વધુ મજબુત, RBIએ બેન્કોને આપ્યા આદેશ

15 June, 2019 02:56 PM IST  | 

ATMની સુરક્ષા થશે વધુ મજબુત, RBIએ બેન્કોને આપ્યા આદેશ

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રિઝર્વ બેન્કે ATMની સુરક્ષા વધારવા માટે બેન્કોને શુક્રવારે નવા આદેશ આપ્યા છે. સેન્ટ્રલ બેન્કની બેન્કોને કહેવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બરના અંત સુધી બધા જ ATM દિવાલ, થાંભલા કે જમીન સાથે જોડાયેલા હોવા જોઈએ. વધારે સુરક્ષિત જગ્યાઓ જેવી કે હવાઈ અડ્ડાઓમાં લાગેલા ATMને આ બાબતે છૂટ આપવામાં આવી છે. રિઝર્વ બેન્કે 2016માં સુરક્ષાના તમામ એકમોની તપાસ કરતા રૂપિયાની ટ્રાન્ઝેક્શન માટે સમિતિની રચના કરી હતી. આ સમિતી દ્રારા આપવામાં આવેલી માહિતીના આધારે RBI દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી ATM મશીન ચોરી થવાના કિસ્સા સામે આવ્યા હતા જેના કારણે RBIએ ATMની સુરક્ષા વધારવા માટે આ પગલા ભર્યા છે. સુરક્ષાના ઉપાયો અંતર્ગત મશીનમાં કેસ ભરવા માટે માત્ર વન ટાઈમ કોમ્બિનેશન લોક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય 30 સપ્ટેમ્બર 2019 સુધી તમામ એટીએમના દિવાલ, જમીન કે થાંભલા સાથે જોડી દેવામાં આવશે જેના કારણે તેને સરળતાની તોડી શકાય નહી. આ સિવાય આરબીઆઈ દ્વારા બેન્કોને ઈ-સુપરવિઝન પર પણ વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે જેના કારણે એટીએમમાં ચોરી થતા બચાવી શકાય

આ પણ વાંચો: ગુજરાતમાં મે મહિના વ્હિકલ્સના રજીસ્ટ્રેશનમાં 17.8 ટકાનો ઘટાડો: FADA

સેન્ટ્રલ બેન્ક દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો બેન્ક દ્વારા આ આદેશોનો પાલન કરવામાં આવશે નહી નિયમ ભંગ કરાશે તો તેમની પર કાયદેસરના પગલા લેવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે.

business news gujarati mid-day