RBIએ Repo Rate 0.35 ટકા વધાર્યો, લોનના હપ્તા પડશે મોંઘા 

07 December, 2022 10:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

RBIએ રેપો રેટમાં 0.35 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. હવે RBIનો રેપો રેટ 5.4 ટકા થી વધીને 6.25 ટકા થઈ ગયો છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ

ત્રણ દિવસ સુધી ચાલેલી MPCની બેઠક બાદ RBI ગવર્નર (RBI Governor)એ રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. હવે RBIનો રેપો રેટ 5.4 ટકા થી વધીને 6.25 ટકા થઈ ગયો છે. અગાઉ આરબીઆઈએ ઓક્ટોબર અને ઓગસ્ટમાં પણ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. મે મહિનામાં મળેલી MPCની બેઠકમાં પણ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.90 ટકા કરવામાં આવ્યો હતો.

રેપો રેટ (Repo Rate)માં વધારાની જાહેરાત કરતી વખતે RBI ગવર્નરે એમ પણ કહ્યું હતું કે ફુગાવો આગામી ચાર મહિના સુધી 4 ટકાથી ઉપર રહેવાની શક્યતા છે. MPCના છમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ વધારવાના નિર્ણયને ટેકો આપ્યો છે. રેપો રેટની જાહેરાત કરતા RBI ગવર્નરે એમ પણ કહ્યું છે કે દેશમાં ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઉપભોક્તાનો વિશ્વાસ પણ સુધર્યો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023માં જીડીપી ગ્રોથ 6.8% રહી શકે છે.

રિઝર્વ બેન્કે બુધવારે તેની આગામી નાણાકીય નીતિની સમીક્ષામાં રિટેલ ફુગાવામાં નરમાઈના સંકેતો અને વૃદ્ધિને વેગ આપવાની જરૂરિયાત વચ્ચે રેપો રેટમાં 35 bpsનો વધારો કરવાનું પસંદ કર્યું છે, તેમ નિષ્ણાતોનું કહેવું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સોમવારથી શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક પછી 7 ડિસેમ્બર (બુધવાર) ના રોજ તેની આગામી દ્વિ-માસિક નીતિ રજૂ કરી છે.

business news reserve bank of india