RBI ફરી ઘટાડી શકે છે વ્યાજ દર, તમારી EMI ઘટી શકે છે

13 September, 2019 04:48 PM IST  |  નવી દિલ્હી

RBI ફરી ઘટાડી શકે છે વ્યાજ દર, તમારી EMI ઘટી શકે છે

RBI ફરી ઘટાડી શકે છે વ્યાજ દર

જો તમે તમારા ઘર કે કારના ઈમેઆઈ ચુકવી રહ્યા છો તો રિઝર્વ બેન્ક તમને આવતા મહિને રાહત આપી શકે છે. જાણકારોનું માનવું છે કે રિઝર્વ બેન્ક આવતા મહિને પણ પોતાની મૌદ્રિક નીતિની સમીક્ષા અંતર્ગત નીતિગત દરોમાં ઘટાડો કરી શકે છે. છૂટક મોંઘવારી દરના રિઝર્વ બેંકના ચાર ટકાની અંદર રહેતા આ આશાઓને વધુ બળ મળ્યું છે.

સ્થાનિક અને વૈશ્વિક બ્રોકરેજ બંનેનું માનવું છે કે મોંઘવારીના દરમાં કમી અને નેગેટિવ આઉટપુટ ગેપના કારણે ઉદાર મૌદ્રિક નીતિનો રસ્તો ખુલી શકે છે. આધિકારીક આંકડાઓ પ્રમાણે ખાવા પીવાની વસ્તુઓ મોંઘી થવાના કારણે ઓગસ્ટમાં છૂટક મોંઘવારીનો દર આંશિક રીતે વધીને 3.21 ટકા થઈ ગયો હતો. જે આંકડો જુલાઈમાં 3.15 ટકા પર હતો.

જો કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શનના કારણે ભારતના ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ જુલાઈમાં ઘટીને 4.3 ટકા થઈ ગયો. જાપાનની ફાઈનાન્સિલયલ સર્વિસીસ સાથે જોડાયેલી કંપનીએ નોમુરાઆ કહ્યું કે રિઝર્વ બેન્કે 2019-20 માટે 6.9 ટકા જીડીપીની વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે. જે વધારે પડતું આશાવાદી લાગી રહ્યું છે. તેમને પ્રમાણે ચાર ઓક્ટોબરની પોલિસી મીટિંગમાં આ વૃદ્ધિના અનુમાનમાં ઘટાડો કરવામાં આવી શકે છે.

જણાવી દઈએ કેન્દ્રીય બેંક આ વર્ષે નીતિગત દરોમાં ચાર વાર કાપ મુકી ચુક્યું છે. આરબીઆઈએ આ વર્ષે નીતિગત દરોમાં કુલ મળીને 1.10 ટકાનો કાપ મુક્યો છે અને ચાર ઓક્ટોબરે તેની આગામી દ્વિમાસિક બેઠક છે.

આ પણ જુઓઃ Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

આ સાથે જ કેન્દ્રીય બેન્ક એ વાત પર પણ ધ્યાન આપી રહ્યું છે કે નીતિગત દરમાં કપાતનો લાભ બેન્કો પાસેથી લોન લેનારાઓને મળે.

reserve bank of india business news