રવિવારે 31 માર્ચના રોજ ચાલુ રહેશે દેશની તમામ સરાકીર બેંકો

30 March, 2019 04:26 PM IST  |  મુંબઈ

રવિવારે 31 માર્ચના રોજ ચાલુ રહેશે દેશની તમામ સરાકીર બેંકો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (PC : HT)

ભારતનું નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ પુરૂ થઇ રહ્યું છે. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. આરબીઆઇએ તમામ સરકારી બેંકો રવિવારે એટલે કે 31 માર્ચના રોજ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ અંગે તમામ બેંકોને સુચના પણ આપવામાં આવી છે.

નાણાકીય વર્ષના છેલ્લા દિવસે રવીવાર પણ ચાલુ રહેશે બેંક
મહત્વની વાત એ છે કે હાલના નાણાકીય વર્ષમાં છેલ્લો દિવસ 31 માર્ચ છે અને આ રવિવારે આ દિવસ આવી રહ્યો છે. આ કારણથી સરકારી બેંકોમની શાખાઓ રવિવારે પણ ખુલ્લી રાખવાનો રિઝર્વ બેન્કનો આદેશ છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, 31 માર્ચ, 2019 ના રોજ તમામ એકાઉન્ટ્સની ઓફિસો સરકારી આવક અને ચુકવણીઓ માટે ખુલ્લી રહેશે. આ સંદર્ભમાં, બધી એજન્સી બેંકોને રવિવાર, 31 માર્ચ, 2019 ના રોજ સરકારી વ્યવસાયની તેમની તમામ શાખાઓ ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ જુઓ : આ છે અમદાવાદથી નજીકની જગ્યાઓ જ્યા તમે કરી શકો વન-ડે પિકનિક

જાણો શું કહ્યું કેન્દ્રીય બેન્કોએ
કેન્દ્રીય બેંકે જણાવ્યું છે કે આ સંદર્ભમાં, બેંકોની અધિકૃત શાખાઓ ખોલવા માટે અધિકૃત તમામ એજન્સી બેંકો 30 માર્ચ 2019 થી 8 વાગ્યા સુધી અને 31 માર્ચ 2019ના રોજ સરકારી લેવડ-દેવડ માટે 6.00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે RTGS અને NEFT સહિતના તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક વ્યવહારો 30 અને 31 માર્ચ 2019 સુધી જણાવેલ સમય સુધી ખુલ્લા રહેશે.

reserve bank of india