દેશની સૌથી સફળ એરલાઇન્સ IndiGo વિવાદમાં : રાહુલ ભાટીયા પર કૌભાંડનો આરોપ

11 July, 2019 08:18 PM IST  |  Mumbai

દેશની સૌથી સફળ એરલાઇન્સ IndiGo વિવાદમાં : રાહુલ ભાટીયા પર કૌભાંડનો આરોપ

Mumbai : ભારતમાં ખાનગી એવિએશન ક્ષેત્રમાં સૌથી મોટી કંપની ઇન્ડિગો એરલાઇન્સમાં હવે માલિકો વચ્ચેનો મતભેદ ખુલીને સામે આવી ગયો છે. પ્રમોટર રાકેશ ગંગવાલે કો-ફાઉન્ડર રાહુલ ભાટિયા પર ગંભીર ગોટાળાઓનો આરોપો લગાવ્યા છે. રાકેશ ગંગવાલે આરોપ લગાવતા કહ્યું કે, કંપની પોતાના સિદ્ધાંતો અને સંચાલનના મૂલ્યોથી ભટકી ગઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ઇન્ડિગો એરલાઇન્સની ભારતીય એવિએશન ક્ષેત્રમાં 50% હિસ્સેદારી છે. એટલે કે  ભારતમાં જેટલા ડોમેસ્ટીક રૂટ પર પેસેન્જર્સ છે તેમાંથી 50% મુસાફરો ઇન્ડિગો એરલાઇન્સમાં સફર કરે છે.


રાકેશ ગંગવાલે શું આરોપો લગાવ્યા છે

ઇન્ડિગો એરલાઇન્સના પ્રમોટર રાકેશ ગંગાવાલે માર્કેટ રેગ્યુલેટર સેબીને ફરિયાદ કરી છે. સેબીએ એરલાઈનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પાસે જવાબ માગ્યો છે. ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશને મંગળવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ જાણકારી આપી હતી. સેબીએ 19 જુલાઈ સુધી ઈન્ડિગો પાસે જવાબ માગ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મે મહિનામાં ઈન્ડિગોના પ્રમોટર્સ વચ્ચે મતભેદના સમાચાર આવ્યા પછીથી જ સેબીએ તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ જુઓ : Hands towards Humanity અર્થાત્ માનવતા તરફ સહયોગનો હાથ

રાકેશ ગંગવાલે પાર્ટી ટ્રાન્જેક્શન ઉઠાવ્યા સવાલો
પ્રમોટર રાકેશ ગંગવાલે ઘણા રિલેટેડ પાર્ટી ટ્રાન્જેક્શન્સ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શેરહોલ્ડર્સના એગ્રીમેન્ટથી ભાટિયાને ઈન્ડિગો પર અસામાન્ય નિયંત્રણનો અધિકાર મળી ગયો છે. આ ઉપરાંત સંચાલનના મૂળભૂત નિયમો અને કાયદાનું પાલન પણ કરવામાં આવતું નથી. તાત્કાલિક પગલા લેવામાં નહીં આવે કાતો પરિણામ ખરાબ આવી શકે છે.


આ પણ જુઓ : અમદાવાદઃ જ્યારે નદીને સ્વચ્છ બનાવવા માટે આખા શહેરે કર્યો પ્રયાસ

12 જુલાઇના રોજ AGM ની માંગ પર ભાટિયાએ વિરોધ કર્યો
રાકેશ ગંગવાલે ઈન્ડિગોના બોર્ડને પત્ર લખીને 12 જુને ઈજીએમ રાખવાની માગ કરી હતી પરંતુ, ભાટિયાએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. એ કંપની બોર્ડને કહ્યું હતું કે,ગંગવાલ ઈગો હર્ટ થવાના કારણે આવી વાતો કરી રહ્યાં છે. તેમની ગેરવ્યાજબી માગો પર ધ્યાન આપવું જોઈએ નહીં. મહત્વનું છે કે રાકેશ ગંગવાલની ઈન્ડિગોમાં 37% અને રાહુલ ભાટિયાની 38%ની ભાગીદારી છે.ભાટિયાએ 12મી જુને લખેલા પત્રમાં આરોપ લગાવ્યા છે કે ગંગવાલ હિડન એજન્ડાની સાથે કામ કરી રહ્યા છે. તેમણે એક પેકેજનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. તેઓ રિલેટેડ પાર્ટી ટ્રાન્જેક્શન્સના મુદ્દાઓ પર અલગથી વાત કરવા માટે તૈયાર નથી.

indigo national news