હવે ટ્રેનની મુસાફરીમાં નહીં લાગે ઝટકા, રેલવે લાવશે નવી સિસ્ટમ

25 June, 2019 05:06 PM IST  |  મુંબઈ

હવે ટ્રેનની મુસાફરીમાં નહીં લાગે ઝટકા, રેલવે લાવશે નવી સિસ્ટમ

હવે ટ્રેનની મુસાફરીમાં નહીં લાગે ઝટકા

ટ્રેનમાં પ્રવાસ દરમિયાન હવે તમારે ઝટકા નહીં સહન કરવા પડે. કારણ કે રેલવે હવે નવી ટેક્નોલોજી અમલમાં લાવવા જઈ રહ્યું છે. જેમાં હવે ટ્રેનના કોચને જોડવા માટે રેલવે નવા હૂકનો પ્રયોગ કરશે. પ્રાથમિક તબક્કામાં રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોમાં આ પ્રકારના હૂક લગાવવામાં આવશે. ટ્રેનમાં મુસાફરોને ઝટકા ન લાગે એટલે ટ્રેનમાં જર્મન મેડ લિંક હોફમેન બસ કોચ લગાવવામાં આવશે.

જૂના કોચને હટાવવામાં આવશે
રેલવેના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર રેલવે 20 વર્ષ જૂની સિસ્ટમ સેંટર બફર કપલરને હટાવવાની અને તેના સ્થાને નવી સિસ્ટમને લાવવાની તૈયારી કરી રહ્યું છે. નવા વર્ઝનને સીવીસીના માધ્યમથી એકબીજા સાથે જોડવામાં આવશે જેથી મુસાફરોને ઝટકાનો અનુભવ ન થાય. 2020 એપ્રિલ સુધીમાં જૂના હૂકને હટાવી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ હવે ટ્રેનમાં પકડાશે ઈન્ટરનેટ, રેલવે આપશે વાઈફાઈ

ટ્રેનની ડિઝાઈન માટે ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ઝટકાને કઈ રીતે રોકી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી. શરૂઆતમાં રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનોમાં આ સુવિધા આપવામાં આવશે. જે બાદ અન્ય ટ્રેનના હૂક બદલવામાં આવશે.

business news irctc