Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હવે ટ્રેનમાં પકડાશે ઈન્ટરનેટ, રેલવે આપશે વાઈફાઈ

હવે ટ્રેનમાં પકડાશે ઈન્ટરનેટ, રેલવે આપશે વાઈફાઈ

23 June, 2019 08:28 PM IST | દિલ્હી

હવે ટ્રેનમાં પકડાશે ઈન્ટરનેટ, રેલવે આપશે વાઈફાઈ

હવે ટ્રેનમાં પકડાશે ઈન્ટરનેટ, રેલવે આપશે વાઈફાઈ


રેલવે સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા આપ્યા બાદ હવે રેલવે ટ્રેનની અંદર પણ મુસાફરોને વાઈ ફાઈની સુવિધા આપવાની તૈયારી કરી રહ્યું છે. જેથી મુસાફરો કોઈ જ મુશ્કેલી વગર પોતાના કમ્પ્યુટર અને મોબાઈલ પર વીડિયો અને ફિલ્મો જોઈ શકે. આ માટે રેલવે ખુદ પોતાનું સ્પેક્ટ્રમ મેળવશે.

અત્યાર સુધી રેલવે દેશના 1603 રેલવે સ્ટેશનો પર વાઈ ફાઈની સુવિધા આપી ચૂકી છે, જ્યારે 4882 સ્ટેશનો પર કામ ચાલુ છે. પરંતુ સ્ટેશન પર વાઈફાઈની સુવિધાનો ઉપયોગ સ્ટેશન પરિસર અને નજીકના વિસ્તાર સુધી જ કરી શકે છે. ટ્રેનની અંદર થોડે દૂર ગયા પછી તેની અસર રહેતી નથી, ત્યારે ઈન્ટરનેટ માત્ર મોબાઈલ ડેટા પર આધારિત હોય છે. જો કે ટ્રેનની સ્પીડને કારણે મોબાઈલ ડેટા કનેક્ટ પણ થતો નથી. પરિણામે મુસાફરો ટ્રેનમાં નેટ વાપરી શક્તા નથી.



એના કારણે જ અત્યાર સુધી ટ્રેનની અંદર લાઈવ ટીવી પ્રસારણ શક્ય નથી બન્યું, ન તો સીસીટીવી કેમેરાના લાઈવ ફૂટેજનું મોનિટરિંગ શક્ય બન્યું છે. એટલે સુધી કે વંદે ભારત જેવી અત્યાધુનિક ટ્રેનની અંદર પણ જાહેરાત માટે લગાવાયેલા ટીવી મોનિટર્સ પર આગામી અને હાલના સ્ટેશન અંગેની જાહેરાત નથી થઈ રહી. ટ્રેનની અંદર વાઈ ફાઈ સુવિધા મળવાથી આ તમામ મુશ્કેલીઓનો અંત આવી જશે.


આ માટે રેલવે વિભાગ પોતે જ પોતાનું સ્પેક્ટ્રમ લેવા પ્રયત્ન કરી રહ્યું છે. સરકાર સ્પેક્ટ્રમ ફાળવશે કે તરત જ રેલવે પોતાની લાઈનને સમાંતર મોબાઈલ ટાવર લગાવશે અને તેની પહેલા તેને ઓપ્ટિકલ ફાઈબર કેબલથી જોડવામાં આવશે. જેને કારણે મુસાફરો પોતાના કોચની અંદર પણ સ્મૂથલી ઈન્ટરનેટ વાપરી શક્શે. હાલની વ્યવસ્થા પ્રમાણે સ્ટેશનો પર વાઈ ફાઈની સુવિધા ખાનગી કંપનીઓના સ્પેક્ટ્રમ અને સેટ અપનો ઉપયોગ કરીને કરાઈ છે.

સ્ટેશનોની વચ્ચે ટ્રેકની સાથે સાથે મજબૂત વાઈ ફાઈ મળવાથી ટ્રેનની અંદર પણ સર્ફિગ સરળ બનશે. અને વારંવાર બફરિંગના ત્રાસથી છૂટકારો મળશે. આ સુવિધા વ્યસ્ત એક્ઝિક્યુટિવ્ઝ માટે વરસાન સાબિત થશે. તેઓ સફર દરમિયાન જરૂરી કામોને ટ્રેનમાં જ પૂરા કરી શક્શે.


આ પણ વાંચોઃ બોનસના પૈસા અહીં રોકો, મળશે જબરજસ્ત રિટર્ન

એટલું જ નહીં મુસાફરોની સુરક્ષા અને ટ્રેનના અકસ્માત અટકાવવામાં પણ દદ મળશે. કોચની અંદર લાગેલા સીસીટીવી કેમેરા લાઈવ ફૂટેજ દ્વારા કંટ્રોલ રૂમને સતત માહિતગાર કરતા રહેશે. જેથી અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા અને પકડવા સહેલા બનશે.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2019 08:28 PM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK