નવેમ્બર સુધી રડાવશે ડુંગળીની કિંમતો, નવો પાક આવ્યા બાદ જ મળશે રાહત

26 September, 2019 05:53 PM IST  |  મુંબઈ

નવેમ્બર સુધી રડાવશે ડુંગળીની કિંમતો, નવો પાક આવ્યા બાદ જ મળશે રાહત

નવેમ્બર સુધી રડાવશે ડુંગળીની કિંમતો

ડુંગળીના ઉંચા ભાવથી પરેશાન લોકોને નવેમ્બર સુધી રાહત મળવાની કોઈ આશા નથી. રાજ્યની રાજધાની દિલ્હી અને દેશના  અન્ય ભાગોમાં ડુંગળીના ભાવો 70-80 રૂપિયા પ્રતિ કિલો પહોંચી 70 થી 80 રૂપિયા કિલોના સ્તર પર પહોંચી ગઈ છે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદનું માનવું છે કે નવેમ્બર બાદ નવો ખરીફ પાક આવ્યા બાદ જ લોકોને વધેલી કિંમતમાં રાહત મળવાની આશા છે. કિંમતો પર અંકુશ લગાવવા માટે કેન્દ્ર સરકાર પોતાના બફર સ્ટોકમાંથી નાફેડ, એનસીસીએફ અને મધર ડેરીના સફલ સ્ટોરના માધ્યમથી 23.90 રૂપિયાની રાહતના દર પર ડુંગળી વેચી રહ્યા છે. અનેક રાજ્ય સરકારો પણ આવું કરી રહી છે.

ચંદે કહ્યું કે સરકાર પાસે 50, 000 ટનનો બફર સ્ટૉક છે. એવામાં 15, 000 ટન ડુંગળીનું વેચાણ પહેલા જ થઈ ચુક્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે નવેમ્બરની શરૂઆતમાં નવો ખરીફ પાક બજારમાં આવ્યા બાદ કિંમતો ફરી સામાન્ય સ્તર પર આવી જશે.

આ પણ જુઓઃ Vogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

સરકાર ડુંગળીની કિંમતોમાં થનારા આ વધારાનો અનુમાન ન લગાવી શકી. આ વિશે પૂછા પર ચંદે કહ્યું કે, હાલ કૃષિના પરિદ્રશ્યને કેપ્ચર કરવાનું કોઈ મિકેનિઝમ નથી. એટલે સરકાર કોઈ રણનીતિ ન રજૂ કરી શકી.
તેમણે એમ પણ કહ્યું કે, "આપણ દર વર્ષે કોઈ ને કોઈ મોટો માર સહન કરીએ છે. હાલ ડુંગળીની કિંમતો ચર્ચાનો વિષય છે. અચાનક, ડુંગળીની કિંમતો બે-ત્રણ ગણી વધી ગઈ છે. અમને આ વિશે કોઈ ક્લૂ નથી."

business news