UAE માં ચાલશે ભારતનું Rupay Card, PM મોદીએ કર્યું લોન્ચ

24 August, 2019 08:03 PM IST  | 

UAE માં ચાલશે ભારતનું Rupay Card, PM મોદીએ કર્યું લોન્ચ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાશે છે. ત્યારે હાલ મોદી સંયુક્ત અરબ અમીરાત (UAE) ના પ્રવાસે પહોંચ્યા છે. જ્યા તેમણે Rupay Card કાર્ડ લોન્ચ કર્યુ છે. આ સાથે જ UAE પશ્ચિમ એશિયાનો પહેલો દેશ બની ગયો છે જ્યાં ઈલેક્ટ્રોનિક પેમેન્ટની ભારતીય પ્રણાલીને અપનાવ્યા છે. ભારત આ પહેલા સિંગાપોર અને ભૂતાનમાં Rupay Card લોન્ચ કરી ચૂક્યું છે. Rupay Card ભારતનું પહેલુ ડોમેસ્ટીક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ નેટવર્ક છે જેનો ઉપયોગ ATM, POS મશીન અને ઈ-કોમર્સ સાઈટ પર સરળતાથી કરી શકાય છે. Rupay Cardની શરૂઆત 2012માં થઈ હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ભારત અને યૂએઈની અર્થવ્યવસ્થાઓને લઈને એકબીજાને વધારે નજીક લાવવા માટે વડાપ્રધાન નરન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં UAEમાં આધિકારિક રીતે કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. ખાડી દેશોમાં યૂએઈ પહેલો દેશ છે જેણે ભારતીય Rupay Cardને સ્વીકાર્યો છે. યૂએઈની ઘણી કંપનીઓએ Rupay Cardથી પેમેન્ટ કરવાની વાત સ્વીકારી છે.

આ પણ વાંચો: SEBI એ IPO માર્કેટ ચાલુ નાણાકીય વર્ષમાં સુધરવાની આશા વ્યક્ત કરી

આ પહેલા ગયા અઠવાડિયે યૂએઈમાં ભારતીય રાજદૂત નવદીપ સિંહ સૂરીએ કહ્યું કે, યૂએઈ આ ક્ષેત્રમાં સૌથી મોટુ અને આકર્ષક વ્યવસાયિક કેન્દ્ર છે. આ ક્ષેત્રમાં રહેનારા ભારતીય સમુદાયના સૌથી વધારે લોકો યૂઈએમાં રહે છે. ભારતના સૌથી વધારે પર્યટકો અહી ફરવા આવે છે. વ્યાપારની દ્રષ્ટીએ બન્ને દેશો વચ્ચે 2018માં આશરે 60 અરબ ડોલરનો વેપાર થયો હતો.

narendra modi gujarati mid-day