Air India પર પેટ્રોલિયમ કંપનીઓના 5,000 કરોડ બાકી, 8 મહિનાથી ચુકવણી બાકી

24 August, 2019 08:15 PM IST  | 

Air India પર પેટ્રોલિયમ કંપનીઓના 5,000 કરોડ બાકી, 8 મહિનાથી ચુકવણી બાકી

ભારતની રાષ્ટ્રીય વિમાની કંપની Air India આર્થિક સંકટમાંથી પસાર થઇ રહી છે. ત્યારે વધુ એક વાત સામે આવી છે કે એર ઇન્ડિયાએ છેલ્લા 8 મહિનાથી ઈંધણની ચુકણવી નથી કરી શકી. એર ઇન્ડિયાએ ત્રણ સરકારી પેટ્રેલિયમ કંપનીઓનું અંદાજે 5000 કરોડની ઈંધણની ચુકવણી નથી કરી. જેને પગલે હવે પેટ્રોલિયમ કંપનીઓએ એર ઈન્ડિયાને ઈંધણ આપવાનું બંધ કરી દીધુ છે.

ઈન્ડિયન ઓઈલે આ વિશે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે દેશની 6 એરપોર્ટ કોચ્ચિ, પુણે, પટણાસ રાંચી, વિશાખાપટ્ટનમ અને મોહાલીમાં એર ઈન્ડિયાને ઈંધણ આપવાનું બંધ કર્યું છે.

ત્રણેય ઓઈલ કંપનીઓ તરફથી ઈન્ડિયન ઓઈલને એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, કોચ્ચિ, પુણે, રાંચી, પટણા અને વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર એર ઈન્ડિયાને ઈંધણ પૂરુ પાડવાનું બંધ કરી દિધું છે. કંપનીએ આ નિર્ણય એર ઈન્ડિયાના ઘણા સમયથી ન ચૂકવાયેલા 5,000 કરોડ રૂપિયાનું બિલ ન ચુકવાતા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: UAE માં ચાલશે ભારતનું Rupay Card, PM મોદીએ કર્યું લોન્ચ

ઈન્ડિયન ઓઈલ અનુસાર, એર ઈન્ડિયા પાસે ઈંધણ બિલની ચૂકવણી માટે 90 દિવસામાં રૂપિયા આપી દેવાના હોય છે. ઈંધણ ખરીદવાથી લઈને 90 દિવસની અંદર બિલની ચૂકવણી કરવામાં આવી જોઈએ. એર ઈન્ડિયાની આ લિમિટ છેલ્લા 2 વર્ષમાં આશરે 230 દિવસ પાર કરી ચુકી છે. બાકી ચૂકવણી માટે ત્રણેય કંપનીઓએ 14 ઓગસ્ટે પત્ર લખ્યો હતો અને જો 22 ઓગસ્ટ સુધી ચૂકવણી કરવામાં નહી આવે તો ઈંધણની આપૂર્તિ રોકી દેવામાં આવશે.

air india business news gujarati mid-day