પ્રિ સ્કુલ EURO Kids માં KKR 90% સ્ટેક ખરીદશે

15 August, 2019 10:10 PM IST  |  Mumbai

પ્રિ સ્કુલ EURO Kids માં KKR 90% સ્ટેક ખરીદશે

Mumbai : વૈશ્વિક પ્રાઇવેટ ઇક્વિટી (PE) કંપની KKR પ્રિ-સ્કૂલ ચેઇન્સ યુરોકિડ્સ, કાંગારુ કિડ્સ અને બિલ્લાબોંગ હાઈને ₹1,500-2,000 કરોડમાં ખરીદવા સક્રિય છે. ભારતના શૈક્ષણિક ક્ષેત્રમાં આ કદાચ સૌથી મોટું રોકાણ હશે. KKR પ્રિ-સ્કૂલ ચેઇન્સના હાલના PE રોકાણકારો પાસેથી હિસ્સો ખરીદશે. જેમાં ગજા કેપિટલ (લગભગ 75 ટકા હિસ્સો ધરાવે છે.) અને સ્વિસ ફંડ પાર્ટનર્સ ગ્રૂપ (17 ટકા હિસ્સો)નો સમાવેશ થાય છે. બાકીનો હિસ્સો પ્રમોટર પાસે રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોદાની ઔપચારિક જાહેરાત બે સપ્તાહમાં કરાશે. 

ચાલુ વર્ષે KKRએ ભારતમાં આ ત્રીજું અંકુશાત્મક એક્વિઝિશન કર્યું છે અને તેના માટે PE ફંડે કુલ ₹8,000 કરોડનું રોકાણ કર્યું છે. સૂત્રએ જણાવ્યું હતું કે, "અમે સોદા પર હસ્તાક્ષરની દિશામાં આગળ વધી રહ્યા છીએ, જે શૈક્ષણિક ક્ષેત્રના મોટા સોદામાં સામેલ થશે. ઔપચારિક જાહેરાત 10-15 દિવસમાં થવાનો અંદાજ છે."

યુરો કિડ્સમાં સ્ટેક ખરીદવા માટે
KKR ડિસેમ્બરથી વાટાઘાટો કરી રહ્યું હતું
ગત વર્ષે ડિસેમ્બરમાં અંગ્રેજી અખબાર ઇકોનોમીક ટાઇમ્સે જણાવ્યું હતું કે, KKR યુરોકિડ્સને ખરીદવા માટે વાટાઘાટ કરી રહી છે. યુરોકિડ્સ ભારતના 360 શહેરમાં 1,000 સ્કૂલ્સ ધરાવે છે. પ્રજોધ રાજન અને વિકાસ ફડનિસે 2001માં શરૂ કરેલું આ યુરોકિડ્સ ગ્રૂપ પોતાની પ્રિ-સ્કૂલ્સ અને સ્કૂલ્સનું મેનેજમેન્ટ કરે છે. 

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

ઉપરાંત, તે ભારતમાં ફ્રેન્ચાઇઝી મોડલ દ્વારા કાર્યરત છે. યુરોકિડ્સ ગ્રૂપમાં યુરોકિડ્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ, યુરોસ્કૂલસ પ્રોપર્ટીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યુરોસ્કૂલ ઇન્ટરનેશનલ, યુરોસ્કૂલ ફાઉન્ડેશન, યુરોસ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટ, કાંગારુ કિડ્સ એજ્યુકેશન અને લિના આશર ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, યુરોકિડ્સે ગયા વર્ષે પ્રિ-સ્કૂલ ચેઇન કાંગારુ કિડ્સ અને બિલ્લાબોંગ હાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ્સનું એક્વિઝિશન કર્યું હતું. કાંગારુ કિડ્સ 100 પ્રિ-સ્કૂલ્સ અને બિલ્લાબોંગ હાઈ સ્કૂલ્સ 21 સ્કૂલ્સનું નેટવર્ક ધરાવે છે. 


PE ફંડ ગજા કેપિટલે 2013માં સ્વિસ રોકાણકાર પાર્ટનર્સ ગ્રૂપ સાથે મળી યુરોકિડ્સનો 50 ટકા હિસ્સો ખરીદ્યો હતો. પાંચ વર્ષમાં આ હિસ્સો વધારી લગભગ 75 ટકા કરાયો હતો. ETએ ગયા સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે, ગજા કેપિટલે યુરોકિડ્સ, કાંગારુ કિડ્સ અને બિલ્લાબોંગ હાઈને વેચવા કાઢી છે, જેનું મૂલ્ય ₹2,000 કરોડ આંકવામાં આવ્યું છે. KKRની ગણના ભારતીય બજારમાં સૌથી આક્રમક રોકાણકારોમાં થાય છે.

business news