ભારતમાં જીતનાર વિશ્વનો કોઇ પણ ખુણે જીતી શકે છે: PayTm ફાઉન્ડર વિજય શેખર

12 October, 2019 01:06 PM IST  |  Mumbai | Adhirajsinh Jadeja

ભારતમાં જીતનાર વિશ્વનો કોઇ પણ ખુણે જીતી શકે છે: PayTm ફાઉન્ડર વિજય શેખર

પેટીએમ ફાઉન્ડર વિજય શેખર શર્મા (PC : Jagran)

Mumbai : ભારતમાં ડિજીટલ પેમેન્ટની દુનિયામાં સૌથી અગ્રેસર કંપની એવી PayTm ના ફાઉન્ડર વિજય શેખર આજ કાલ ઘણા ચર્ચામાં છે. વિજય શેખર શર્માએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતમાં ધંધાર્થીઓને ટકવા માટે ઘણું જ શાંત રહેવાની જરૂર છે. પરંતુ ભારતમાં જે પોતાના ક્ષેત્રમાં જીતી જાય છે તે વિશ્વના કોઇ પણ ખુણેથી પાછો ફરતો નથી અને તે જરૂર સફળ થાય છે. વિજય શેખર શર્માએ એક ઈન્ટરવ્યુમાં કારોબારીઓની જિંદગી સાથે જોડાયેલા સવાલના જવાબમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કેફે કોફી-ડેના ફાઉન્ડર વી સિદ્ધાર્થની આત્મહત્યાની ઘટના મારા જેવા કારોબારીઓ માટે પીડાદાયક છે.


રોક સોન્ગ સાંભળીને અંગ્રેજી શીખ્યાઃ વિજય શેખર શર્મા
ઉતરપ્રદેશના અલીગઢમાં જન્મેલા શર્માએ બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં શરૂઆતી જીવન અને કારોબારી સફળતા વિશે જણાવ્યું. તેમણે કહ્યું- મારો અભ્યાસ હિન્દી મીડિયમની સ્કુલમાં થયો હતો. હું નસીબદાર હતો કે 15 વર્ષની ઉંમરમાં દિલ્હીની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પણ મળી ગયું હતું. મેં રોક સોન્ગમાંથી અને હિન્દી-ઈંગલિશ ટ્રાન્સલેટેડ બુક્સ વાંચીને અંગ્રેજી શીખ્યું.


2000ના વર્ષમાં મેં મારી કંપની શરૂ કરી : વિજય શેખર શર્મા
વિજય શર્માએ વધુમાં કહ્યું કે ગ્રેજ્યુએશન બાદ શરૂઆતના દિવસોમાં ઈન્ટરનેટ કારોબારી જેરી યાંગ અને માર્ક એન્ડ્રેસન મારા માટે આદર્શ હતા. વર્ષ 2000માં મેં વન97 કમ્યુનિકેશન્સ શરૂ કરી. તે સમયે ટેલિકોમ ઓપરેટરો દ્વારા યુઝરને કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું. 2010 સુધી સ્માર્ટફોન ડિસ્ટ્રીબ્યુશન માધ્યમ બની ગયા. તેના દ્વારા અમે પેમેન્ટના વિકલ્પ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને લક અમારા હાથમાં હતું. 2014માં વોલેટ સુવિધાની શરૂઆત થઈ. એક વર્ષ બાદ જ આન્ટ ફાઈનાન્શિયલે અમારી કંપનીમાં રોકાણ કર્યું. બાદમાં અલીબાબા અને સોફટબેન્ક પાસેથી ફન્ડ મળ્યું.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

હું નાનપણમાં કોમ્પ્યુટર્સ નેટવર્કમાં કન્સલ્ટન્સી કરીને પૈસા કમાતો હતો : Vijay Shekhar Sharma
તેમણે વધુમાં કહ્યું કે દેશના મોટા ભાગના ઈન્ટરનેટ ઉદ્યોગ સાહિસિકોના મૂળીયાઓ નાના ગામો સાથે જોડાયેલા છે. મારા પિતા સ્કુલમાં શિક્ષક હતા. હું નાના કારોબારીઓને કોમ્પ્યુટર નેટવર્ક સેટઅપ માટે વીકેન્ડમાં કન્સલ્ટન્સી આપીને પૈસા કમાતો હતો. એન્જિનિયરિંગ કોલેજના દિવસોમાં હું પૂછતો હતો કે સૌથી વધુ પગાર વાળી નોકરી કઈ છે. કોઈએ મને આ માટે સીઈઓનું પદ હોવાનું કહ્યું હતું. હું એ બાબત ન સમજ્યો કે આ વ્યક્તિ માત્ર મજાક કરી રહ્યો છે, પરંતુ મેં પોતાની કંપની બનાવવા અને સીઈઓ બનવાનું વિચાર્યું હતું.

business news