પેમેન્ટ બેંકોની હાલત ચિંતાજનક, આદિત્ય બિરલા ગ્રુપ કરીરહ્યું છે બંધ

22 July, 2019 10:46 AM IST  |  મુંબઈ

પેમેન્ટ બેંકોની હાલત ચિંતાજનક, આદિત્ય બિરલા ગ્રુપ કરીરહ્યું છે બંધ

પેમેન્ટ બેંકોની સ્થિતિ ચિંતાજનક

દેશના નાણાંકીય ઢાંચામાં એક પછી એક ચિંતાના નિશાનો જોવા મળી રહ્યા છે. હજી તો NBFCને લઈને ચિંતાઓ ખતમ નથી થઈ કે ત્યાં જ માત્ર પેમેન્ટના ઉદ્દેશ્યથી બનાવવામાં આવેલી પેમેન્ટ બેંકોને લઈને એક નવી ચિંતા ઉભી થઈ છે. શનિવારે આદિત્ય બિરલા સમૂહે પોતાની પેમેન્ટ બેંક બંધ કરવાનું એલાન કર્યું. આદિત્ય બિરલાની આઈડિયા પેમેન્ટ બેંકે પોતાના ગ્રાહકોને સૂચિત કરી દીધુ છે કે 26 જુલાઈ પહેલા તેઓ પેમેન્ટ બેંકમાં રહેલી પોતાની તમામ રકમ હસ્તાતરિત કરી લે. તમામ ગ્રાહકોના ખાતામાં રહેલી રકમ તેમને પાછી મળી જાય તે માટે પુરતા ઉપાયો કરી લેવામાં આવ્યા છે.

કંપનીએ જણાવ્યું કે હાલના દિવસોમાં બિઝનેસમાં જે રીતે ફેરફાર થયા છે તેને જોતા હવે તેમાં ટકવું સંભવ નથી. RBIએ ઑગસ્ટ 2015માં આદિત્યા બિરલા ગ્રુપ સહિત દેશના 11 મોટા કોર્પોરેટ ગ્રુપને પેમેન્ટ બેંક ખોલવાની મંજૂરી આપી હતી. જેમાં એરટેલ, પેટીએમ, ફિનો જેવી કંપનીઓ સામેલ હતી. ચાર વર્ષ બાદ પેટીએમ અને એરટેલ સિવાય એક પણ પેમેન્ટ બેન્કની સ્થિતિ સારી નથી. કેટલી બેન્કો તો હજુ વ્યવસ્થિત રીતે ઓપરેટ પણ નથી થઈ રહી.

પેમેન્ટ બેન્કના દરેક ખાતામાં વધુમાં વધુ એક લાખ રૂપિયા રાખવાનો કે ટ્રાન્સફર કરવાનો અધિકાર હોય છે. જાણકારોના માનવા પ્રમાણે KYCના કડક નિયમો, જમા રાશિ ભેગી કરવામાં મોટી બેંકોથી પ્રતિસ્પર્ધા મળી રહી છે. આર્થિક મંદીના કારણે હજુ આ બેંકો ગ્રાહકોનો ભરોસો જીતવામાં પણ સફળ નથી રહી.

આ કારણે પડ્યો માર
વર્ષ 2015માં પેમેન્ટ બેંકનું લાઈસન્સ આપતા RBI અને સરકારની તરફથી જણાવવામાં આવ્યું કે હવે બેંકિગ સેવાના દાયરાથી બહાર રહેનારા લોકો સુધી પહોંચવાનું કામ જલ્દીથી થશે. જો કે તે બાદ બે મોટા ફેરફારો થયા. પહેલો, પ્રધાનમંત્રી જન ધન યોજનાને સરકારી બેંકોએ પોતાના સ્તર પર એટલી તેજીથી લાગુ કર્યું કે વર્ષે 2017 સુધીમાં દેશી 99.7 ટકા વસ્તીને બેંક સેવા સાથે જોડી દીધી.

આ પણ જુઓઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

બીજું, નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપતા સરકારે યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ શરૂ કર્યું. જેના કારણે પેમેન્ટ બેંકોનો વપરાશ ઓછો થયો અને બાકીની કસર કેવાઈસીના નવા નિયમોએ પુરી કરી દીધી. જેના કારણે પેમેન્ટ બેંકોની હાલત ખરાબ થઈ રહી છે.

business news reserve bank of india