ઇન્ફોસિસના સીઈઓ સામે વધુ એક ગેરરીતિની ફરિયાદ

13 November, 2019 12:15 PM IST  |  Mumbai

ઇન્ફોસિસના સીઈઓ સામે વધુ એક ગેરરીતિની ફરિયાદ

સલીલ પારેખ, ઇન્ફોસીસ સીઇઓ (PC : Money Control)

ઑક્ટોબરમાં થયેલી કથિત ગેરરીતિની ફરિયાદમાં પ્રાથમિક રીતે કોઈ પુરાવા મળ્યા નથી એવી કંપનીએ સ્પષ્ટતા કરી એના ગણતરીના દિવસોમાં જ ઇન્ફોસિસના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) સામે વધુ આક્ષેપો સાથેની ફરિયાદ સામે આવી છે. કંપનીના સીઈઓ સલિલ પારેખ અયોગ્ય કામ કરી રહ્યા છે અને બોર્ડે તેની સામે તાકીદે પગલાં લેવા જોઈએ એવી વિનંતી આ પત્રમાં કરવામાં આવી છે.

ઇન્ફોસિસના ફાઇનૅન્સ વિભાગના કર્મચારી હોવાનો દાવો કરી રહેલા આ વ્હિલ્સ-બ્લોઅરે એક પત્રમાં જણાવ્યું હતું કે પોતે નામ છુપાવી ફરિયાદ કરી રહ્યા છે, કારણ કે જો નામ જાહેર થાય તો એનાથી કંપની ગંભીર પરિણામ આવી શકે છે.

કંપનીનાં મૂલ્યોને કોરાણે મૂકે એવી કેટલીક હકીકતો હું સામે મૂકી રહ્યો છું. કંપનીનો કર્મચારી અને શૅરહોલ્ડરના નાતે વર્તમાન સીઈઓ સલિલ પારેખની કેટલીક કરતૂત અંગે જાણ કરવી મારી ફરજ છે. મારી ઇચ્છા છે કે કંપનીના હિતમાં આપ ચોક્કસ પગલાં લેશો એવું પત્રમાં જણાવ્યું છે. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે કંપનીના સીઈઓ તરીકે સલિલ પારેખની પસંદગી થઈ ત્યારે જ તેમને જાણ કરવામાં આવી હતી કે આ નોકરી બૅન્ગલોરથી કરવાની છે. નિમણૂકના એક વર્ષ ને આઠ મહિના પછી પણ પારેખ હજી મુંબઈથી જ કાર્ય કરે છે. પારેખ મુંબઈ અને બૅન્ગલોર વચ્ચે પ્રવાસ કરતા હોવાથી તેનાથી કંપની પર ૨૨ લાખ રૂપિયા જેટલો ખર્ચબોજ આવી પડે છે.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

કંપનીના બોર્ડે એવો આગ્રહ રાખવો જોઈએ કે તે કંપનીની હેડ ઑફિસથી જ કાર્ય કરે એવું કંપનીના ચૅરમૅન અને બોર્ડના અન્ય સભ્યોને લખવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે. પત્રમાં આરોપ છે કે સલિલ પારેખે મુંબઈમાં કેટલીક નાની કંપનીઓમાં રોકાણ કર્યું હોવાથી તે મુંબઈમાં જ રહે છે. તેમણે આવા રોકાણ અંગેની જાણ પણ બોર્ડને કરી નથી.

business news infosys