Paytm Moneyથી મ્યુચ્યુઅલ ફંડના NFOમાં રોકાણ બનશે સરળ, મળશે ખાસ સુવિધા

26 August, 2019 04:03 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

Paytm Moneyથી મ્યુચ્યુઅલ ફંડના NFOમાં રોકાણ બનશે સરળ, મળશે ખાસ સુવિધા

Paytm Moneyથી મ્યુચ્યુઅલ ફંડના NFOમાં રોકાણ બનશે સરળ

જો તમે Paytm Moneyનો ઉપયોગ કરીને રોકાણ કરો છો તો આ ખબર તમારા માટે ઉપયોગી સાબિત થશે. દેશના બે સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફૉર્મ Paytm Moneyના માધ્યમથી હવે નવા ફંડ ઑફર્સમાં સરળતાથી રોકાણ કરી શકાશે. આ પ્લેટફૉર્મના માધ્મયથી Paytm Moneyના ગ્રાહક ભારતની તમામ 40 એસેટ મેનેજમેન્ટ કંપનીઓના NFOમાં રોકાણ કરશે.

Paytm Moneyના નિવેદન અનુસાર, લૉન્ચ બાદ જ રોકાણને ડિજિટલ અને સરળ બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં રોકાણનો પોર્ટફોલિયોનો ફાસ્ટેસ્ટ ડેઈલી અપડેશન, SIPના રોકાણની સુવિધા, રિયલ ટાઈમમાં ટ્રાંઝેક્શનનું પ્રોસેસિંગ અને પોર્ટફોલિયો ટૉપ અપ જેવી સુવિધાઓ છે.

Paytm Moneyને અનુમાન છે કે આગામી 6 મહિનામાં ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ સબ્સક્રિપ્શનમાં તેની ભાગીદારી સ્વિચ વિકલ્પના માધ્યમથી વધીને 50 ટકા થઈ જશે. તેને 15 દિવસોની અંદર શરૂ કરવામાં આવશે. હાલ તેની ભાગીદારી 40 ટકા છે.

કંપની મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે આગામી 10-15 દિવસમાં પેટીએમ સ્વિચનો વિકલ્પ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેના માધ્યમથી રોકાણકર્તા બેંકો, ડિસ્ટ્રિબ્યૂટર્સ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં કરવામાં આવેલા રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડના રોકાણને ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં સ્વિચ કરી શકશે.

આ પણ જુઓઃ PM મોદી બન્યા અન્ય દેશોમાં સૌથી વધુ અવૉર્ડ પામનાર વ્યક્તિ, મળ્યા છે આ અવૉર્ડ

Paytm Moneyના ફુલટાઈમ નિર્દેશક પ્રવીણ જાધવે કહ્યું કે રેગ્યુલરમાં વિક્રેતાઓ દ્વારા કમિશન વસૂલવામાં આવે છે અને બજારમાં તેનો હિસ્સો 85 ટકા છે જ્યારે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડની ભાગીદારી લગભગ 15 ટકા છે. તેમણે અંદાજ લગાવ્યો કે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડની ભાગીદારી 2 વર્ષમાં વધીને 25 ટકા થઈ જશે.

tech news