હવે હડતાલ પર જશો તો ખેર નથી, સરકાર લઇ રહી છે આકરા પગલા

28 November, 2019 03:56 PM IST  |  New Delhi

હવે હડતાલ પર જશો તો ખેર નથી, સરકાર લઇ રહી છે આકરા પગલા

હવે જાણ કર્યા વગર હડતાલ કરશો તો ખેર નથી (File Photo)

દેશમાં કર્મચારીઓ પોતાની માંગણી ન સંતોષાતા અવારનવાર હડતાલની ચીમકી આપે છે તો ઘણીવાર અમુદતની હડતાલ પર ઉતરી જાય છે. ત્યારે સરકાર આ મુદ્રે ગંભીર રીતે વિચારી રહ્યું છે. રાજ્યસભામાં બુધવારે કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ કુમાર ગંગવારે આ મુદ્રા પર જણાવ્યું કે, સરકારના નવા શ્રમ કાયદા અંતર્ગત કર્મચારીઓએ હડતાલ પર જતા પહેલા 14 દિવસની નોટિસ આપવી ફરજીયાત કરવામાં આવશે. સરકારના નવા શ્રમ કાયદા અંતર્ગત કર્મચારીઓએ હડતાલ પર જતા પહેલા 14 દિવસની નોટિસ આપવી ફરજીયાત કરવામાં આવશે.

ઓછામાં ઓછા 14 દિવસ પહેલા હડતાલની જાણ કરવી જરૂરી છે : સંતોષ કુમાર
 કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ કુમાર ગંગવાર કહ્યું કે, જો કોઈ એકમમાં હડતાલ થાય તો, ત્યાનાં કર્મચારીઓને ઓછામાં ઓછા 14 પહેલા જાણ કરવી જરૂરી છે. સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા નવા શ્રમ કાયદાનો આ એક ભાગ છે અને મંત્રાલયે આ બાબતે વિવિધ રાજ્ય સરકારો સાથે ચર્ચા પણ કરી હતી.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

સરકાર નવા શ્રમ કાયદામાં સુધારા લાવી રહી છે : સંતોષ કુમાર
કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ કુમારે વધુમાં કહ્યું કે, સરકાર નવા શ્રમ કાયદામાં સુધાર લાવી રહી છે, 44 મુદ્દાને 4 બીલમાં વિભાજીત કરવામાં આવશે. 2016નાં સર્વે મુજબ, દેશનાં 10 કરોડ પ્રવાસી મજુર હતા, જે કુલ શ્રમ વર્ગનાં 20 ટકા હતા. સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે અને અમે આ બીલમાં પ્રવાસી મજુરોનાં મુદ્દાની પણ ચર્ચા કરીશું.

business news