જાન્યુઆરીથી નેફ્ટ બૅન્કિંગ વ્યવહારો પર કોઈ પણ ચાર્જ વસૂલ નહીં કરાય

09 November, 2019 10:45 AM IST  |  Mumbai

જાન્યુઆરીથી નેફ્ટ બૅન્કિંગ વ્યવહારો પર કોઈ પણ ચાર્જ વસૂલ નહીં કરાય

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બૅન્કોને સૂચના આપી છે કે જાન્યુઆરી 2020 થી ગ્રાહકોએ નૅશનલ ઇલેક્ટ્રૉનિક ફંડ ટ્રાન્સફર (નેફ્ટ) વ્યવહારો પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવે નહીં. દેશમાં નોટબંધીનો અમલ થયાનાં ત્રણ વર્ષ પૂરાં થયાં છે ત્યારે ડિજિટલ વ્યવહારોને ઉત્તેજન આપવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. ઑક્ટોબર 2018 થી સપ્ટેમ્બર 2019 વચ્ચે કુલ રોકડ સિવાયના વ્યવહારમાં ડિજિટલ વ્યવહારોનો હિસ્સો 96 ટકા જેટલો વધી ગયો છે. આ સમયગાળામાં નેફ્ટ અને યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવહારો ૨૫૨ કરોડની સામે 20 ટકા વધી 874 કરોડના થયા છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

આ પ્રકારના વ્યવહારને વધારે ઉત્તેજન આપવા માટે રિઝર્વ બૅન્કે એવી સૂચના આપી છે કે બૅન્કોમાં સેવિંગ્સ અકાઉન્ટ હોય તેવા લોકો જો નેફ્ટ પર નાણાકીય વ્યવહાર કરે તો કોઈ ચાર્જ વસૂલવો નહીં. અત્યારે ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટૅગનો અમલ થઈ ગયો છે. એનો ઉપયોગ વધારે વ્યાપક બનાવવા માટે પાર્કિંગ, પેટ્રોલ પમ્પ જેવી જગ્યાએ પણ ફાસ્ટ ટૅગનો ઉપયોગ કરાવવા માટે રિઝર્વ બૅન્ક અભ્યાસ કરી રહી છે. આ માટે બૅન્કિંગ સિવાયના જે પેમેન્ટ ગેટ-વે છે એને પણ જોડી દેવા માટે વિચારણા ચાલી રહી છે.

reserve bank of india business news