નિર્ણાયક ફ્યુચર ઉપરમાં ૨૨,૯૬૦ અને નીચામાં ૨૨,૭૫૭ નીચે ૨૨,૫૯૦ મહત્ત્વની સપાટીઓ

26 February, 2025 07:05 AM IST  |  Mumbai | Ashok Trivedi

બજાર હાઇલી ઓવરસોલ્ડ છે. નરમ અન્ડરટોન વચ્ચે ​​​સ્કિપ આધારિત વધ-ઘટ જોવાશે.

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૭૫૭.૭૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૭૩.૦૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૮૨૨.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૬૨૮.૧૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૫,૩૧૧.૦૬ બંધ રહ્યો. ઉપરમાં ૭૫,૭૪૮ ઉપર ૭૫,૯૦૦, ૭૬,૨૦૦, ૭૬,૪૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૫,૩૮૮ નીચે ૭૫,૧૧૨ તૂટતાં ૭૪,૧૭૦, ૭૩,૧૯૦ સુધીની શક્યતા. આ સપ્તાહે મન્થ્લી એક્સપાયરી છે. બજાર હાઇલી ઓવરસોલ્ડ છે. નરમ અન્ડરટોન વચ્ચે ​​​સ્કિપ આધારિત વધ-ઘટ જોવાશે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (DESCENDING TRIANGLE =આ પૅટર્ન જણાવે છે કે લેનાર કરતા વેચનાર વધારે શ​ક્તિશાળી છે. આને લીધે આની ગણના સામાન્ય રીતે બેરિશ પૅટર્ન તરીકે કરવામાં આવે છે. આમાં અપર ટ્રેન્ડલાઇન ડિસે​ન્ડિંગ એટલે કે નીચે તરફ ઢળતી હોય છે અને લોઅર ટ્રેન્ડલાઇન સપાટ હોય છે. લોઅર ટૉપ્સને જોડવાથી અપર ટ્રેન્ડલાઇન અને એકસરખા લેવલના બૉટમ્સને જોડવાથી લોઅર ટ્રેન્ડલાઇન બને છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૦૯૧.૪૮ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

હિન્ડાલ્કો (૬૫૩.૫૫) ૫૫૭.૬૦ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૫૬ ઉપર ૬૬૫, ૬૮૦ સુધીની શક્યતા. નીચામાં ૬૩૭ નીચે ૬૨૫ સપોર્ટ ગણાય.

ન્ડિગો (૪૫૧૦.૭૫) ૪૧૫૭.૮૫ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૫૨૫ ઉપર ૪૫૬૪, ૪૬૪૩, ૪૭૨૧, ૪૭૪૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૪૮૫ નીચે ૪૪૦૭, ૪૩૮૦, ૪૩૬૬ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૯,૦૩૧.૪૦) ૫૦,૭૯૮.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૯,૨૦૦ ઉપર ૪૯,૩૯૦, ૪૯,૫૦૦, ૪૯,૭૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૮,૮૫૨, ૪૮,૭૦૯ નીચે ૪૮,૩૦૦, ૪૭,૭૨૨ સુધીની શક્યતા.

૨૩,૮૫૩.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨,૮૮૦ ઉપર ૨૨,૯૬૦, ૨૩,૦૮૦, ૨૩,૧૪૦, ૨૩,૩૧૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૨,૭૫૭ નીચે ૨૨,૫૯૦, ૨૨,૩૬૫, ૨૨,૨૫૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

૨૪૦૨.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૪૪ ઉપર ૧૯૮૭ ઉપર ૨૦૧૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૯૦૧ નીચે ૧૮૯૨ તૂટે તો ૧૮૮૭, ૧૮૩૦, ૧૭૭૨, ૧૭૧૬ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

૩૨૭૦.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭૦૧ ઉપર ૨૭૯૭, ૨૮૨૫, ૨૮૪૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૬૫૩ નીચે ૨૬૦૬, ૨૫૧૨, ૨૪૧૭, ૨૩૨૨, ૨૨૨૭ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર

જેને ‘આદિલ’ જિંદગીભર સાચવી રાખ્યો હતો, આખરે જોયું તો એ સિક્કોય ખોટો નીકળ્યો. - આદિલ મન્સૂરી

business news nifty sensex columnists