05 August, 2024 10:06 AM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૬૭૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૦૩.૯0 પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૭૧૧.૫૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૫૦.૭૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૦,૮૯૧.૯૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૦,૮૬૮ ઉપર ૮૧,૨૪૦ કુદાવે તો ૮૧,૭૦૦, ૮૨,૧૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૦,૮૬૮ નીચે ૮૦,૭૮૦ તૂટતાં ૮૦,૬૭૦, ૮૦,૫૦૦, ૮૦,૧૭૦, ૭૯,૯૫૦, ૭૯,૭૭૦, ૭૯,૫૮૦, ૭૯,૨૨૪ સુધીની શક્યતા જોવા મળશે. પાંચથી આઠ ઑગસ્ટ ગેઇનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે પણ કરી શકાય.
સેબી અને NSEને રોકાણકારો સટ્ટામાં નુકસાની કરે છે એની બહુ ચિંતા હોય એવું જણાય છે! તો પછી આખા અઠવાડિયા દરમ્યાન રોજ એક વીકલી સેટલમેન્ટ શા માટે? NIFTY, BANK NIFTYનું પણ વીકલી સેટલમેન્ટ શા માટે?એ પણ બુધ-ગુરુવારે અલગ-અલગ દિવસે? બધાનું ફક્ત અને ફક્ત માસીક સેટલમેન્ટ જ એક દિવસે શા માટે નહીં? આટલી મોટી લૉટ સાઇઝ શા માટે? આ બધું કોના લાભાર્થે છે? રોકાણકારોના મનમાં ઘૂંટાતા ઉપરોક્ત સવાલોના જવાબો સત્તાવાળાઓ તરફથી મળશે ખરા?
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૪,૦૬૬, મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ પણ ૨૧,૨૬૫ ગણાય. (V OR SPIKE REVERSAL PATTERN = અવારનવાર જોવા મળતી આ રચના થાય છે ત્યારે એને ઓળખવી મુશ્કેલ હોય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૭૩૬.૬૯ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
એચડીએફસી બૅન્ક (૧૬૫૯.૧૫) ઃ ૧૫૮૮.૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૭૧ ઉપર ૧૬૮૫, ૧૬૯૧ અને ૧૬૯૧ કુદાવે તો ૧૭૦૪, ૧૭૧૫, ૧૭૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૬૫૨ નીચે ૧૬૪૦, ૧૬૩૦ સપોર્ટ ગણાય.
એસ્કોર્ટ્સ (૩૯૦૫.૨૦) ઃ ૪૨૩૪.૪૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૦૬૪ ઉપર ૪૧૨૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૮૯૦ નીચે ૩૮૪૨ તૂટે તો ૩૭૨૦, ૩૬૨૩, ૩૫૧૫ સુધીની શક્યતા જોવા મળશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૧,૪૨૯.૩૦) ઃ ૫૩,૩૦૧.૧૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧,૭૫૦ ઉપર ૫૨,૦૮૦, ૫૨,૩૮૨ કુદાવે તો સુધારો જોવા મળે. નીચામાં ૫૧,૧૫૧ નીચે ૫૦,૬૦૧ મહત્ત્વની
સપાટી ગણાય જેની નીચે નબળાઈ વધતી જોવા મળે.
૨૫,૧૩૨.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૭૩૫ ઉપર ૨૪,૮૨૦, ૨૪,૮૮૫, ૨૪,૯૮૫, ૨૫,૧૩૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૬૭૦ નીચે ૨૪,૬૦૦, ૨૪,૫૧૦, ૨૪,૪૭૦, ૨૪,૪૦૦, ૨૪,૩૩૦, ૨૪,૨૬૫, ૨૪,૨૦૦, ૨૪,૧૩૦, ૨૪,૦૬૬ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
૧૯૦૩ના ટૉપથી પ્રત્યાઘાતી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૩૫ ઉપર ૧૮૬૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૮૧૬ નીચે ૧૮૦૦ તૂટે તો ૧૭૬૬, ૧૭૩૨ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
નીચામાં ૧૦૭ સુધી આવીને સાઇડવેઝમાં છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૯ ઉપર ૧૩૪ કુદાવે તો ૧૫૪ તરફ આગળ વધશે. નીચામાં ૧૨૧ નીચે ૧૧૭ અને ૧૦૭ પૅનિક સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર - ઘણી રચના છે એવી ભાવ જેમાં કંઈ નથી હોતા! ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શકતી.- મરીઝ