નિફ્ટી ફ્યુચર 12050 નીચે 11985 મહત્ત્વનો સપોર્ટ

02 December, 2019 11:15 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર 12050 નીચે 11985 મહત્ત્વનો સપોર્ટ

ભારતીય શેર બજાર

ચાર્ટ-મસાલા : વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં 119717.60 સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૮૫.૩૫ પૉઇન્ટના નેટ સુધારે 12099.85 બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૪૩૪.૪૦ પૉઇન્ટના નેટ સુધારે 40793.81 બંધ રહ્યો. ઉપરમાં  40930 ઉપર 41164, 41400 સુધીની શક્યતા. નીચામાં 40664 નીચે 40550  તૂટે તો નબળાઈ સમજવી.

બજાર હાઇલી ઓવરબૉટ ઝોનમાં છે. પ્રત્યાઘાતી ઘટાડો આવવાની પૂરતી શક્યતા ગણાય. નવી લેવાલી હિતાવહ નથી. કોઈ પણ બાજુનો વેપાર હોય, નફો બુક કરતા રહેવું. ભારતનો જીડીપી ઘટીને 4.5 ટકા થઈ 6  વર્ષના તળિયે  પહોંચી ગયો છે. આની અસર પણ શૅરબજાર પર થશે.

અશોક લેલૅન્ડ (79.15) : 84.70ના ટૉપથી પ્રત્યાઘાતી ઘટાડો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં 81 અને 83 પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં 78 નીચે 76, 74, 72 સુધીની શક્યતા.

એસ્કોર્ટ્સ (637.20): 687ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ  મન્થ્લી ધોરણે ઓવરબૉટ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૫૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં 631 નીચે 625, 605 સુધીની શક્યતા.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

બૅન્ક નિફ્ટી ફ્યુચર (32003.85) : 27652.20 ના બૉટમથી સુધારાતરફી  છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં 32015 ઉપર 32148, 32430 સુધીની શક્યતા. નીચામાં 31700 નીચે 31450, 31400 તૂટે તો નબળાઈ સમજવી.

chartsanket@gmail.com

business news bombay stock exchange national stock exchange