મુકેશ અંબાણીની સંપત્તિમાં અધધધ વધારો : વિશ્વના વિશિષ્ટ $ 100 બિલિયન વેલ્થ ક્લબ તરફ પ્રયાણ

06 September, 2021 01:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અંબાણીનું ટેલિકોમ્યુનિકેશન યુનિટ ભારતીય બજારમાં પ્રબળ ખેલાડી બની ગયું છે

મુકેશ અંબાણી. ફાઇલ ફોટો

મુખ્ય કંપનીના શેરમાં વધારો થતાં મુકેશ અંબાણીની નેટવર્થમાં શુક્રવારે 3.7 અબજ ડોલરનો ઉમેરો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર એશિયાના આ સૌથી ધનિક વ્યક્તિની સંપતિ વધીને હવે 92.6 અબજ ડોલર થઈ ગઈ છે. ઉદ્યોગપતિ લોરિયલના ફ્રેન્કોઇઝ બેટનકોર્ટ મેયર્સની સંપત્તિ 92.9 અબજ ડોલર પર હતી. આ બંને ઉદ્યોગપતિ 100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા દુર્લભ જૂથની નજીક જઈ રહ્યા છે. અંબાણીની સંપત્તિમાં વધારો તેમના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઉછાળાને કારણે થયો હતો, તેમણે કહ્યું હતું કે કંપની સસ્તા ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન “આક્રમક રીતે” કરશે.

દરમિયાન અંબાણીનું ટેલિકોમ્યુનિકેશન યુનિટ ભારતીય બજારમાં પ્રબળ ખેલાડી બની ગયું છે જ્યારે ફેસબુક ઇન્ક સહિતના રોકાણકારોના ટેકાથી તેમનું ડિજિટલ ઓપરેશન વિસ્તર્યું છે. તે જ સમયે, સાઉદી અરામકો રિલાયન્સના ઓઇલ રિફાઇનિંગ વ્યવસાયમાં 25 અબજ ડોલર જેટલી કિંમતના સોદામાં હિસ્સો ખરીદવા માંગે છે.

અંબાણીએ આ વર્ષે ક્લીન એનર્જીમાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજનાનું અનાવરણ કર્યું હતું, જે ભારતની સૌથી મૂલ્યવાન કંપની માટે એક નવો મુદ્દો છે. આ ધ્યેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જળવાયુ પરિવર્તન સામે લડવાની મહત્વાકાંક્ષાઓ સાથે સુસંગત છે અને વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ ગ્રાહકની આયાત ઘટાડે છે.

reliance mukesh ambani business news