મુકેશ અંબાણી છે સૌથી પૈસાદાર ભારતીય, જાણો કેટલી છે સંપત્તિ ?

25 September, 2019 06:38 PM IST  |  મુંબઈ

મુકેશ અંબાણી છે સૌથી પૈસાદાર ભારતીય, જાણો કેટલી છે સંપત્તિ ?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સૌથી પૈસાદાર ભારતીયોની યાદીમાં પહેલા નંબરે છે. આ સતત આઠમું વર્ષ છે, જ્યારે તે આ લિસ્ટમાં પહેલા નંબરે છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 3 લાખ 80 હજાર 700 કરોડ રૂપિયા છે. સૌથી પૈસાદાર ભારતીયોની યાદી IIFL વેલ્થ હુરુન ઈન્ડિયાએ જાહેર કરી છે. આ લિસ્ટ પ્રમાણે લંડન સ્થિતિ એસપી હિંદુજા અને તેમના પરિવાર પાસે 1 લાખ 86 હજાર 500 કરોડની સંપત્તિ છે, તેઓ આ લિસ્ટમાં બીજા નંબરે છે. બાદમાં આ લિસ્ટમાં વિપ્રોના અઝીમ પ્રેમજીનું સ્થાન છે, જેમની નેટવર્થ 1 લાખ 17 હજાર 100 કરોડ રૂપિયા છે. આ લિસ્ટ પ્રમાણે 1 હજાર કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવનાર ભારતીયોની સંખ્યા વધીને 953 થઈ ગઈ છે. ગત વર્ષે 831 ભારતીયો પાસે 1000 કરોડથી વધુની સંપત્તિ હતી. જો કે ડૉલરના મૂલ્યમાં અરબપતિઓની સંખ્યા ઘટીને 138 થઈ ગઈ છે. જે ગત વર્ષે 141 હતી.

IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રીચ લિસ્ટ પ્રમાણે ભારતના સૌથી 25 પૈસાદાર લોકોની કુલ સંપત્તિનું મૂલ્યા ભારતના જીડીપીના 10 ટકા જેટલું છે. તો 953 લોકોની સંપત્તિ દેશના જીડીપીના 27 ટકા જેટલી છે. આ લિસ્ટમાં લક્ષ્મીનિવાસ મિત્તલ ચોથા અને ગૌતમ અદાણી પાંચમા નંબરે છે. આર્સેલર મિત્તલના સીઈઓ મિત્તલ પાસે 1 લાખ 7 હજાર 300 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તો ગૌતમ અદાણીની સંપત્તિ 94 હજાર 500 કરોડ રૂપિયા છે.

આ લિસ્ટમાં 94 હજાર 100 કરોડ રૂપિયાની સંપત્તિ સાતે ઉદય કોટક છઠ્ઠા નંબરે છે. સાઈરસ પૂનાવાલા 88 હજાર 800 કરોડની સંપત્તિ સાથે સાતમા નંબરે છે. તો સાઈરસ મિસ્ત્રી પાસે 76 હજાર 800 કરોડની સંપત્તિ છે. તેઓ આ યાદીમાં આઠમાં નંબરે છે. તો શાપોરજી પલ્લોનજી નવમા નંબરે છે. તેમની પાસે 76 હજાર 800 કરોડની સંપત્તિ છે. દિલીપ સંઘવી 71 હજાર 500 કરોડની સંપત્તિ સાથે 10મા નંબર પર છે.

આ પણ વાંચોઃ માત્ર 899 રૂપિયામાં કરો પ્લેનની મુસાફરી, આ છે છેલ્લી તારીખ

આ રિપોર્ટ પ્રમાણે આ વર્ષે પૈસાદાર લોકોની કુલ સંપત્તિમાં 2 ટકાનો વધારો થયો છે. જો કે સરેરાશ સંપત્તિ વધારામાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ રિપોર્ટમાં રસપ્રદ વાત એ છે કે 344 લોકોની સંપત્તિમાં ઘટાડો થયો છે.

IIFL વેલ્થ હુરુન ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે 246 એટલે કે 26 ટકા અમીર ભારતીયો દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રહે છે. બાદમાં પાટનગર દિલ્હીનું નામ છે. અહીં 175 પૈસાદાર ભારતીયો રહે છે. દિલ્હી બાદ બેંગ્લોર દેશના સૌથી પૈસાદાર લોકોની પસંદ છે. દેશના સૌથી પૈસાદાર 77 ભારતીયો બેંગ્લોરમાં રહે છે.

mukesh ambani ratan tata business news