મુકેશ અંબાણીએ છીનવ્યો જૅક માનો તાજ, ભારતમાં વધ્યા અરબપતિ

07 April, 2021 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે વિશ્વમાં ભારતથી વધારે અરબપતિ માત્ર અમેરિકા અને ચીનમાં છે. મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિનો તાજ ચીનના જૅક માથી છીનવી લીધો છે.

મુકેશ અંબાણી

ફૉર્બ્સ મેગેઝીનની મની સૂચી પ્રમાણે ભારતમાં અરબપતિઓની સંખ્યા વધીને 140 સુધી પહોંચી ગઈ છે. હવે વિશ્વમાં ભારતથી વધારે અરબપતિ માત્ર અમેરિકા અને ચીનમાં છે. મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિનો તાજ ચીનના જૅક માથી છીનવી લીધો છે.

વિશ્વમાં સૌથી વધારે અરબપતિઓની સંખ્યાના મામલે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. એટલું જ નહીં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમેન મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિનું તાજ ચીનના જૅક માથી છીનવીને પોતાને નામે કરી લીધું છે. જેફ બેઝોસ સતત ચોથા વર્ષે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે.

ફૉર્બ્સ મેગઝીનની નવી લિસ્ટમાં આ માહિતીઓ સામે આવી છે. હવે વિશ્વમાં ભારતી વધારે અરબપતિ ફક્ત અમેરિકા અને ચીનમાં છે. ભારતમાં અરબપતિઓની સંખ્યા વધીને 140 સુધી પહોંચી ગઈ છે. નોંધનીય છે કે એક વર્ષ પહેલા અલી બાબાના ફાઉન્ડર જૅક મા એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા

અદાણી બન્યા બીજા ધનાઢ્ય વ્યક્તિ
ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમેન મુકેશ અંબાણી વિશ્વના 10મા નંબરના ધનાઢ્ય વ્યક્તિ છે. તેમની કુલ નેટવર્થ 84.5 અરબ ડૉલર છે. અદાણી સમૂહના ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનાઢ્ય અને વિશ્વના 24મા નંબરના અરબપતિ બની ગયા છે. તેમની નેટવર્થ લગભગ 50.5 અરબ ડૉલર છે.

બેઝોસ હજી પણ વિશ્વના સૌથી ધનાઢ્ય
ફૉર્બ્સની 35મી વાર્ષિક અરબપતિઓની લિસ્ટ પ્રમાણે એમેઝૉન (Amazon)ના ફાઉન્ડર અને સીઇઓ જેફ બેઝોસ હજી પણ વિશ્વના સૌથી ધનાઢ્ય અમીર છે. તે સતત ચોથા વર્ષે સર્વોચ્ચ પગથીયે જળવાયેલા છે. બેઝોસની કુલ નેટવર્થ 177 અરબ ડૉલર છે.

આમાં એક વર્ષ પહેલાની તુલનામા 64 અરબ ડૉલરનો વધારો થયો છે. બીજા પગથીયે SpaceXના ફાઉન્ડર અને ઇલેક્ટ્રિક કાર માટે જાણીતા એલન મસ્ક. તેમની નેટવર્થ વધીને 151 અરબ ડૉલર પહોંચી ગઈ છે. એક વર્ષ પહેલાની તુલનામાં આમાં 126.4 અરબ ડૉલરનો જબરજસ્ત વધારો થયો છે.

mukesh ambani business news