અનિલ અંબાણી માટે ફરીથી સંકટ મોચન બનશે આ વ્યક્તિ, Rcom ને ખરીદી શકે છે

17 July, 2019 09:41 PM IST  |  Mumbai

અનિલ અંબાણી માટે ફરીથી સંકટ મોચન બનશે આ વ્યક્તિ, Rcom ને ખરીદી શકે છે

Mumbai : ભારતમાં એક સમયે સૌથી ધનીક લોકોની યાદીમાં સૌથી ટોચ પર આવતા અનિલ અંબાણી અત્યારે પોતાનું દેવું ઘટાડવા માટે પોતાની કંપનીઓ વહેચી રહ્યો છે. ત્યારે મળતા સમાચાર મુજબ અનિલ અંબાણીના સમૂહ માટે એક વાર ફરી તેના મોટા ભાઈ મુકેશ અંબાણી સંકટમોચન બની શકે છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન નાદાર થવાની સ્થિતિમાં છે. સૂત્રો મુજબ મુકેશ અંબાણીના રિલાયન્સ ઈંડસ્ટ્રિસની કંપની જિઓ આરકોમના એસેટ કરીદી શકે છે. આરકોમ નાદારી થવાની પ્રક્રિયાથી ગુજરી રહી છે અને તેની હેઠળ એસેટ એટલે કે પરિસંપત્તિઓની વેચણી કરવાની છે. સૂત્રો અનુસાર રિલાયન્સ જિઓ તે અસેટ માટે બોલી લગાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

 

અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશનની પાસે કુલ 46,000 કરોડ રૂપિયાનું દેવુ હતુ. સૂત્રો અનુસાર જિઓએ પોતાનો ફાયબર અને ટાવર કારોબારને બે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈનવેસ્ટમેન્ટ ટ્રસ્ટોને સોંપી દેવામાં આવ્યું છે અને પોતાના દેવામાં પણ કપાત કરી દીધી છે. કારણ કે આરકોમની ખરીદી અને 5જી રોકાણની જગ્યા બનાવી શકાય.


આ પહેલા માર્ચમાં અચાનક બધાને ચોંકાવતા મુકેશ અંબાણીએ પોતાના નાના ભાઈ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યો હતો અને 580 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરી હતી. જો કે અનિલની કંપનીને સ્વીડનની કંપની એરિક્સનને ચૂકવણી કરવાની હતી. આરકોમના મુકેશ અંબાણીનો પરિવાર સાથે પણ ભાવનાત્મક સંબંધ છે, કારણ કે તેની શરૂઆત અવિભાજિત પરિવાર દ્વારા પિતા ધીરુભાઈના સપનાને પૂરા કરવા માટે વર્ષ 2000માં કરી હતી.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

જિઓ હજુ પણ મુંબઈ સહિત દેશના 21 સર્કલમાં 850 મેગાહર્ટ્જ બેન્ડમાં આરકોમના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરી રહ્યું છે. ડિફાલ્ટ થયા પહેલા આરકોમે પોતાના 850 મેગાહર્ટ્જ બેન્ડના 122.4 મેગાહર્ટ્જ સ્પેક્ટ્રમ જિઓને વેચવા માટે 7,300 કરોડ રૂપિયાની એક ડીલ પણ કરી હતી, પરંતુ સંચાર મંત્રાલયથી તેની પરવાનગી ન મળવાથી ડીલ રદ કરવી પડી.

mukesh ambani anil ambani reliance business news