ભારત ૨૦૨૨-૨૦૩૦: તો વિશ્વની ત્રીજી મહાસત્તા બની જશે આપણો દેશ...

19 January, 2023 05:57 PM IST  |  Mumbai | Karan Negandhi

હાલ ભારત GDP પ્રમાણે વિશ્વમાં પાંચમા ક્રમે છે, જે ૨૦૨૦માં નવમા ક્રમે હતો

પ્રતીકાત્મક તસવીર

વર્ષ 2020 પહેલાના ભારત (India)ની અને પછીના ભારતની વાત કરીએ તો અનેક ક્ષેત્રે ભારત આગળ આવ્યું છે. એક સમયે ગરીબોનો દેશ કહેવાતો ભારત હવે સમૃદ્ધીના માર્ગ તરફ પર્યાણ કરી રહ્યો છે. આ મુદ્દે વાત કરતાં ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખ (Ninad Parikh) જણાવે છે કે ભારત તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. હાલ કુલ સ્થાનિક ઉત્પાદન (Gross Domestic Product) એટલે કે GDP પ્રમાણે વિશ્વમાં પાંચમા ક્રમે છે, જે ૨૦૨૦માં નવમા ક્રમે હતો. જો આ જ રીતે તમામ ક્ષેત્રોમાં પ્રગતિ થતી રહે તો ભારત ૨૦૩૦માં વિશ્વની ત્રીજી મહાસત્તા બની જશે, તેવું નિષ્ણાતોનું માનવું છે.

આ ઉપરાંત દેશમાં માથાદીઠ આવક (Per Capita Income)માં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૦૮માં માથાદીઠ આવક 800 ડૉલર હતી. ૨૦૨૨ના આંકડા મુજબ તે વધીને 2100 ડૉલર થઈ ગઈ છે, જે દર્શાવે છે કે લોકોના હાથમાં પૈસા છે. આજે દરેક ક્ષેત્ર સારી કામગીરી કરી રહ્યું છે, જેને કારણે તે ક્ષેત્રમાં તો તેજી આવી જ છે, પણ સાથે રોજગાર પણ નિર્માણ થયો છે. ટેકનોલોજીની વાત કરીએ તો ભારતમાં આજે સામાન્યથી અતિસામાન્ય માણસ પણ સ્માર્ટફોન વાપરતો થઈ ગયો છે. એક સમયે ભારતમાં જ્યારે 3જીના ફાંફાં હતા, ત્યારે આજે ભારતમાં 4જી ઈન્ટરનેટ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે અને દેશમાં 5જી પણ લોન્ચ થઈ ગયું છે.

ક્ષેત્ર પ્રમાણે જોઈએ તો તમામ અસ્કયામતોમાં માર્કેટ કેપિટલાઈઝેશન વધ્યું છે. ઑટોમેકર્સ, કાઉન્ટર સેવાઓ, પોર્ટ્સ, કેમિકલ્સ, વ્યવસાયિક સેવાઓ, ઇન્વેસ્ટમેન્ટ, આલ્કોહોલિક પીણાં, ઠંડા પીણાં, ફૂડ, ટેલિકોમ્યુનિકેશન, રેસ્ટોરન્ટ ચેઇન્સ, એરક્રાફ્ટ ઉત્પાદકો, કપડાં, સોફ્ટવેર, ઇન્ટરનેટ, બેન્કિંગ, માઇનિંગ, હોટેલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ઇ કૉમર્સ, હેલ્થકેર, બાંધકામ, સેમિકન્ડક્ટર્સ, તમાકુ, ટેકનોલોજી, નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ, વીજળી, પ્રેસ અને મીડિયા, એરલાઇન્સ, એરપોર્ટ, ઈન્સ્યોરન્સ, રિટેઇલ, તેલ અને ગેસ જેવા તમામ ક્ષેત્રોમાં તેજી જોવા મળી છે.

આ પણ વાંચો: ભારત 2022- 2030: સમૃદ્ધિ તરફ લઈ જતા પરિબળો, વાંચો વધુ

ભારતનો GDP 2008માં 50 લાખ કરોડ હતો, જે 2020માં વધીને 200 લાખ કરોડ થઈ ગયો હતો. વર્ષ 2022ના આંકડા મુજબ GDP 258 કરોડ છે. તો માર્કેટ કેપિટલાઈઝેશનની વાત કરીએ તો 2008માં 75 લાખ કરોડ હતું જે 2022માં વધીને 240 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

business news indian economy gdp automobiles finance ministry karan negandhi