મની મેનેજમેન્ટ : ઇન્ફ્લેશન બીટ કરે એવું ઇન્વેસ્ટમેન્ટ કરો

17 January, 2023 04:15 PM IST  |  Mumbai | Rachana Joshi

ફુગાવો ઇન્વેસ્ટરના ખિસ્સાંનો દુશ્મન છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મની મેનેજમેન્ટની વાત આવે એટલે તો કોઈક ધનાઢ્ય હોય કે મિડલ ક્લાસ વ્યક્તિ કે પછી લૉઅર ક્લાસ આજે પૈસા બચત કરવાની જરૂર દરેક વ્યક્તિને જણાય છે. પૈસો બચાવવાની સાથે જ તેમને મનમાં સૌથી મોટો પ્રશ્ન હોય છે કે આવક હોવી પણ જોઈએ તો બચાવીએ. હવે એવે વખતે વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ માટે જે રીતે મની મેનેજ કરી લે છે તે જ બચત માટે પણ માણસે મની મેનેજ કરતા શીખી લેવું જોઈએ. આમ કરતા શીખ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે બચત કરેલો પૈસો વધારવો કેવી રીતે અથવા આપણી મૂડી કોઈ ઠગી ન લે અથવા લૂંટાઈ ન જાય તે માટે તેને કેવી રીતે સેફ મૂકી શકાય એ પણ જૂદો જ પ્રશ્ન છે. આથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી સાથે આ મુદ્દે સરળ શબ્દોમાં ગોષ્ઠિ માંડતા જાણીતા ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખે જણાવેલી ટિપ્સ લઈને રોજ એક નવા મુદ્દા સાથે તમારી સામે હાજર છે. આજે નિનાદ પરીખ જણાવે છે ફુગાવામાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું…

ફુગાવો એટલે ઇન્ફ્લેશન (Inflation).

ફુગાવો ખિસ્સાંનો દુશ્મન છે. તમને ખબર ન પડે પણ એ તમારું ખિસ્સું ખાલી કરતો જ જાય. આરબીઆઈ અને ગર્વમેન્ટે ડેટા બહાર પાડ્યો છે જેને ગ્રાહક ભાવ સૂચકાંક - સીપીઆઈ (Consumer Price Index - CPI) ઇન્ફ્લેશન અને જથ્થાબંધ ભાવ સૂચકાંક - ડબલ્યુપીઆઈ (Wholesale Price Index - WPI) ઇન્ફ્લેશન એમ બે ભાગમાં વહેચવામાં આવે છે. સીપીઆઈમાં અનાજ, કઠોળ, શાકભાજી, પેટ્રોલ, દુધ એવી ૪૦-૫૦ વસ્તુની યાદી છે જે સીપીઆઈમાં આવે. આ બધી વસ્તુઓનો અઠવાડિયે કે મહિને ભાવ બદલાય. સામાન્ય રીતે આ બધી વસ્તુઓમાં પાંચથી છ ટકા ઇન્ફ્લેશન રેટ હોય છે. જો આ વર્ષે ૧૦૦ રુપિયામાં આ વસ્તુ મળતી હોય તો આવતા વર્ષે ભાવ ૧૦૬ રુપિયા થશે. સરકારે આ દર મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. કારણકે સરકાર માટે ખવડાવવું-પીવડાવવું મહત્વનું છે, લક્ઝરી નહીં. એમાં પ્લેનનું ભાડું, ટ્રેનનું ભાડું, એજ્યુકેશન ખર્ચ કે ઘરે આવતા હાઉસ હેલ્પના પગારનો દર નથી.

આ પણ વાંચો - મની મેનેજમેન્ટ: બચતમાંથી મુડી ઉભી કરવાના મહત્વના ત્રણ સ્ટેપ

સામાન્ય માણસને સરેરાશ ૧૨થી ૧૫ ટકા ફુગાવો નડે છે. એટલે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો જ્યાં ઇન્ફ્લેશન બીટ થઈ શકે. ઉદાહરણ તરીકે, જો તમે સાત ટકા રીટર્ન હોય તેવી ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કરો તો છ ટકા તો તમારા ઇન્ફ્લેશનમાં જતા રહે. તમે એમ ધારો કે, ૧૦ લાખના એક વર્ષ પછી ૧૦ લાખ ૭૦,૦૦૦ થાય. પણ એમાંથી ૧૦,૬૦,૦૦૦ તો ખર્ચો જ થયો. ટેક્સ અને જીએસટીમાં પૈસા કપાઈ જાય. આમ એફડીમાં ક્યારેય કમાણી થાય નહીં. એટલે એવા પ્રોડ્કટમાં ઇન્વેસ્ટ કરવાનું જે ઇન્ફ્લેશન બીટ કરી શકે. જો ઇન્ફ્લેશનને બીટ કરી શકીએ તો જ વેલ્થ ક્રિએટ કરી શકાય. ઇન્ફ્લેશન બીટ ન થાય તો મુડી ઘસાતી જાય, એક સમય પછી ઘસાવવાનું થઈ જાય. ખર્ચા તો એવાને એવા જ છે. ઇન્કમ ઘટતી જાય છે.

સામાન્ય મિડલ ક્લાસને ૧૨ ટકાનું ઇન્ફ્લેશન નડે તો અપર મિડલ ક્લાસને ૧૫ ટકા ઇન્ફ્લેશન નડે છે.

Gross Domestic Product (GDP) + Inflation = Actual Rate of Return (ARR)

આપણો સરેરાશ જીડીપી ગ્રોથ અને ઇન્ફ્લેશન ગ્રોથ છ ટકા હોય છે. જો તમે ૧૨ કે ૧૫ ટકાથી વધુ રિટર્ન ન કમાઈ શકો તો તમારી મૂડી ડેપ્રિસિએટ થાય. એટલે ફુગાવાનો સામનો કરી શકે એવી જગ્યાએ જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કારણકે ફુગાવો દેખાય નહીં પણ ખિસ્સાં ખાલી કરી જ દે.

આ પણ વાંચો - મની મેનેજમેન્ટ: શું તમને ખબર છે ગોલ્ડ બેઝ SIP છે બેસ્ટ, જાણો કેમ?

સાથે જ એટલું ધ્યાનમાં રાખજો કે, ઇન્વેસ્ટમેન્ટના ત્રણ મહત્વના નિયમ છે…

૧. માર્જિન ઑફ સેફ્ટી

ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે માર્જિન ઑફ સેફ્ટી બહુ જરુરી છે. ઉદાહરણ તરીકે, પ્રાઇવેટ પેઢીમાં લોકો ૧૫થી ૨૦ ટકા વ્યાજે પૈસા ધીરતા હોય છે પણ એમાં કોઈ સેફ્ટી નથી હોતી.

૨. લિક્વિડિટી

લિક્વિડિટી એટલે પૈસા સરળતાથી મળવા જોઈએ.

૩. કૅશ ફ્લૉ

કૅશ ફ્લૉ એટલે પૈસા મળવા જોઈએ.

આ ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરો તો વેલ્થ ક્રિએટ કરી શકો.

business news gujarati mid-day commodity market gdp rachana joshi