મોદી સરકારની વધુ એક ભેટ, પેન્શનધારકોને મળશે આ લાભ

03 June, 2019 12:06 PM IST  |  દિલ્હી

મોદી સરકારની વધુ એક ભેટ, પેન્શનધારકોને મળશે આ લાભ

પ્રતીકાત્મક તસવીર

મોદી સરકારની બીજી ઈનિંગ શરૂ થઈ ચૂકી છે. અને બીજી ઈનિંગની શરૂઆતમાં જ મોદી સરકાર મોટા મોટા નિર્ણયો લઈ ચૂકી છે. ગત સપ્તાહે યોજાયેલી બીજી ટર્મની પહેલી કેબિનેટ બેઠકમાં જ મોદી સરકારની કેબિનેટ કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. જેમાં નાના વેપારીઓને દર મહિને પેન્શન આપવાનો નિર્ણય પણ સામેલ હતો. હવે મોદી સરકારે વધુ એક નિર્ણય લીધો છે, જે પેન્શન ધારકોને મોટો ફાયદો કરાવશે.

પેન્શધારકોનું ધ્યાન રાખતા સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેને પેન્શન મળે છે, તેઓ હવે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર કરાવી શક્શે. કેન્દ્ર સરકારના એવા કર્મચારીઓ જે ગંભીર બીમારીથી પીડાય છે કે પછી તેમની ઉંમર 75 વર્ષથી વધુ છે, તેઓ હવે લિસ્ટેડ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શક્શે. આ માટે તેમણે વારંવાર CGHS ડિસ્પેન્સરીમાંથી રિફર કરાવવાની જરૂર નહીં પડે. એટલે પેન્શનધારકોને અને તેમના પરિવારને મોટી રાહત મળવાની છે.

આ પણ વાંચોઃ આ બેંકોની હોમ લોનથી સૌથી સસ્તી, EMI નહીં બને બોજ

કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત આ માટે આદેશ પણ જાહેર કરી દેવાયો છે. કેન્દ્ર સરકારના એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપતા કહ્યું કે,'પેન્શનધારકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા જતા પહેલા ડિસ્પેન્સરીમાંથી રિફર કરાવવામાં દર્દીઓને મોટી મુશ્કેલી પડતી હતી. તેમને વારંવાર ડિસ્પેન્સરી જઈ રિફર કરાવવું પડતું હતું. એટલે કેન્દ્ર સરકારે આ જોગવાઈ હટાવી દીધી છે.' કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણયથી હવે પેન્શનધારકો સીધા જ લિસ્ટેડ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જઈ શક્શે. ફક્ત દવા લેવા માટે સરકારી ડિસ્પેન્સરીમાં જવું પડશે.

narendra modi national news business news