સરકારની કર્મચારીઓ અને પેન્શનર્સને દીવાળી ભેટ, DAમાં 5 ટકાનો વધારો

09 October, 2019 03:14 PM IST  |  નવી દિલ્હી

સરકારની કર્મચારીઓ અને પેન્શનર્સને દીવાળી ભેટ, DAમાં 5 ટકાનો વધારો

સરકારી કર્મચારીનું DA વધ્યું...

દીવાળી પહેલા સરકારી કર્મચારીઓ પેન્શનર્સને મોટી ભેટ મળી છે. સરકારે બુધવારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં 50 લાખ કર્મચારીઓને ફાયદો થશે. વધી રહેલા દર આ વર્ષના જુલાઈથી જ લાગુ પડશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટની બેઠક બાદ જાણકારી આપી છે કે સરકારે ડીએ 12 ટકાથી વધારીને 17 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.

સરકારના આ નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓની સાથે જ 65 લાખ પેન્શનર્સને પણ ફાયદો મળશે. આ નિર્ણયથી સરકારી ખજાના પર 16 હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

જાવડેકરે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે સરકારે આશા વર્કર્સનું માનદ વેતન 1, 000 રૂપિયાથી વધારીને 2, 000 રૂપિયા કરી દીધું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેબિનેટે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત લાભ પ્રાપ્ત કરવા માટે 30 નવેમ્બર સુધી આધાર કાર્ડ લિંક કરાવી શકાય છે.

આ પણ જુઓઃ 'મેઈડ ઈન ચાઈના' છે મેઈડ બાય ગુજરાતીઝ..જાણો કોણ કોણ છે ફિલ્મ સાથે જોડાયેલું!

જાવડેકરના પ્રમાણે ડીએમાં એકવારમાં કરવામાં આવેલો આ સૌથી વધુ વધારો છે. તેમણે કહ્યું કે, 'પહેલી વાર એવું થયું છે કે કેન્દ્ર સરકારે એક વારમાં ડીએમાં પાંચ ટકાનો વધારો કર્યો છે.' પ્રકાશ જાવડેકરે એ પણ જણાવ્યું કે મોંઘવારી ભથ્થામાં આ પહેલા માત્ર 2 કે 3 ટકાનો જ વધારો કરવામાં આવતો હતો, જે મોદી સરકારે હવે 5 ટકા કર્યો છે. મંત્રીએ કહ્યું કે દીવાળી પહેલા આવેલો આ નિર્ણય દીવાળી પહેલા સરકારી કર્મચારીઓ માટે ખુશીઓ લાવશે. આ વર્ષે 27 ઑક્ટોબરથી દીપોત્સવી મનાવવામાં આવશે.

narendra modi business news