મિલેનિયલ્સ અન્ય ગ્રાહકો કરતાં ક્રેડિટ સ્કોર વિશે વધારે સતર્ક

13 November, 2019 11:30 AM IST  |  Mumbai

મિલેનિયલ્સ અન્ય ગ્રાહકો કરતાં ક્રેડિટ સ્કોર વિશે વધારે સતર્ક

ટ્રાન્સયુનિયન સિબિલે હાથ ધરેલા એક અભ્યાસ અનુસાર છેલ્લાં ત્રણ વર્ષમાં સેલ્ફ-મોનિટરિંગ ભારતીય મિલેનિયલ્સમાં ૫૮ ટકા સુધીનો વધારો થયો હતો ત્યારે ધિરાણ પ્રત્યેની સભાનતા ધરાવતા નૉન-મિલેનિયલ્સ ગ્રાહકોમાં ફક્ત ૧૪ ટકાનો વધારો થયો હતો. ધિરાણ લેવાની ઊંચી ક્ષમતા હોવા છતાં અભ્યાસમાં જાણકારી મળી હતી કે મિલેનિયલ્સ દેશમાં ધિરાણ પ્રત્યે સજાગ કન્ઝ્યુમર સેગમેન્ટમાંનો એક છે. આ ધિરાણ પ્રત્યે સજાગ મિલેનિયલ પોતાના ક્રેડિટ સ્કોર પર નિયમિતપણે નજર રાખે છે અને સરેરાશ ૭૪૦ સિબિલ સ્કોર ધરાવે છે.

દેશના ૫૧ ટકા સેલ્ફ-મોનિટરિંગ મિલેનિયલ મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાંથી છે, ત્યારે ૭૪૭ના સરેરાશ સ્કોર સાથે ધિરાણ પ્રત્યે સતર્ક મિલેનિયલ્સમાં ગુજરાતનો રેન્ક ટોચ પર છે. આ દૃષ્ટિએ બીજું સ્થાન ૭૪૩ના સ્કોર સાથે હરિયાણાનું અને ૭૪૨ના સ્કોર સાથે ત્રીજું સ્થાન રાજસ્થાનનું છે. યાદીમાં સૌથી નીચે ૭૩૪ના સિબિલ સ્કોર સાથે દિલ્હીનું છે અને એની આગળ ૭૩૬ સિબિલ સ્કોર સાથે તમિલનાડુનું છે.

અભ્યાસ મુજબ, સેલ્ફ-મોનિટરિંગ મિલેનિયલ્સ અનસિક્યોર્ડ ક્રેડિટ માટે પસંદગી ધરાવે છે જેમાં આ કન્ઝ્યુમર સેગમેન્ટ દ્વારા તમામ લોનમાંથી ૭૨ ટકા લોનનો હિસ્સો ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન્સનો છે. સિક્યોર્ડ લોનમાં ટૂ-વ્હીલર લોન અને ઑટો લોનની સૌથી વધુ માગ છે જે સંયુક્તપણે કુલ ધિરાણમાં ૯ ટકા છે.

મિલેનિયલની ધિરાણની વર્તણૂક વિશે ટ્રાન્સયુનિયન સિબિલના ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર ઇન્ટરેક્ટિવનાં હેડ સુજાતા આહલાવતે કહ્યું હતું કે ‘ભારતીય મિલેનિયલ્સ દ્વારા ધિરાણમાં સતર્કતા અને ધિરાણની સારી વર્તણૂકમાં વધારાના ટ્રેન્ડને જોવા પ્રોત્સાહનજનક બાબત છે. તેઓ તેમના નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા ધિરાણની તકોનો ઉપયોગ કરતા હોવાથી તેમણે તેમના જીવનના પાછળના તબક્કાઓમાં લોનની સુલભતા નક્કી કરવામાં તેમના સિબિલ સ્કોરની ભૂમિકાથી વાકેફ થવું જોઈએ એ મહત્ત્વપૂર્ણ બાબત છે.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

એ જોવું રસપ્રદ બાબત પણ છે કે, ઘણા ધિરાણકારોએ પ્રસ્તુત પ્રોડક્ટ ઑફર સાથે આ વર્ગ સુધી પહોંચવાની શરૂઆત કરી દીધી છે. ઘણા મિલેનિયલ્સે તેમની ધિરાણની સફર શરૂ કરી હોવાથી તેમના સુધી પહોંચવાનો યોગ્ય સમય છે જેથી ધિરાણકારોને તેમના ધિરાણના ચક્રમાં તેમની સાથે જોડાયેલા રહેવામાં મદદ મળશે.’

business news