મર્સિડીઝ-બેન્ઝ ભારતમાં ગ્રાહકોને પ્રત્યક્ષ ડિલિવરી આપશે

23 October, 2021 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રાહકોને બિલ પણ કંપની પાસેથી જ મળશે. 

પ્રતિકાત્મક તસવીર

મર્સિડીઝ-બેન્ઝે ભારતમાં કારના વેચાણ માટે પ્રત્યક્ષ ગ્રાહકોને ડિલિવરી પૂરી પાડવાનું નવું મૉડલ અપનાવ્યું છે. હવે કંપની પોતે જ નવી કારનો બધો સ્ટૉક રાખશે. ગ્રાહકોને બિલ પણ કંપની પાસેથી જ મળશે. 
આ સુવિધાને ‘રીટેલ ઑફ ધ ફ્યુચર’ એવું નામ અપાયું છે. એના હેઠળ દેશભરમાં એકસમાન ભાવે કાર ઉપલબ્ધ થશે. અગાઉના મૉડલમાં કંપની હોલસેલર હતી અને ડિલર રીટેલર હતા. ગ્રાહકોએ ડિલરો દ્વારા નક્કી કરાયેલા ભાવે ખરીદી કરવી પડતી હતી. 
નવા મૉડલમાં પ્રાયોગિક ધોરણે અત્યાર સુધીમાં ગ્રાહકોનાં ૧૭૦૦ કરતાં વધુ બુકિંગ મળ્યાં છે. ગ્રાહકો ૫૦,૦૦૦ રૂપિયા ભરીને કાર બુક કરાવી શકે છે. પછીના ૧૪ દિવસમાં ઑર્ડર પૂરો કરવામાં આવે છે, એમ કંપનીએ જણાવ્યું હતું. 

business news mercedes benz india